યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રોફેસર અને જાણીતા ઇન્ડિયન અમેરિકન ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવને અમેરિકન મેથેમેટિકલ સોસાયટી દ્વારા ઓપરેટર થિયરીમાં પ્રથમ સિપ્રિયન ફોયસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
શ્રીવાસ્તવની સાથે એડમ માર્કસ અને ડેનિયલ સ્પીલમેનને પણ સંયુક્તરૂપે આ એવોર્ડ એનાયત થશે. એડમ માર્કસ સ્વિત્ઝર્લેન્ડમાં ઇકોલ પોલિટેકનિક ફેડરલ ડી લૌસ્નેન ખાતે કોમ્બિનેટોરીઅલ એનાલિસિસના ચેરમેન છે. જ્યારે ડેનિયલ સ્પીલમેન કમ્પ્યુટર સાયન્સ, આંકડાશાસ્ત્ર અને ડેટા સાયન્સ તેમ જ ગણિતના જાણીતા પ્રોફેસર છે.
મીડિયા રીલીઝમાં જણાવ્યા મુજબ, આ એવોર્ડ દ્વારા તેમના મહત્ત્વના કાર્યની નોંધ લેવાઇ છે. જેમાં મેટ્રિસેસના વિશિષ્ટ બહુપદને સમજવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે અને તેને વિક્સિત કરવામાં આવ્યા છે. તેમાં ઇટિરેટિવ સ્પાર્સીફિકેશન વિધિ અને બહુપદોને જોડનારી વિધિ એટલે કે ઇન્ટરલેસિંગ પોલીનોમિયલ્સનો સમાવેશ થાય છે.
અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ જણાવ્યું હતું કે, આ વિચારોએ ઘણા પ્રયોગો સાથે એક શક્તિશાળી ટૂલકિટ પ્રદાન કરી હતી. ખાસ તો ત્રણેય ગણિતજ્ઞોના ખૂબ જ સફળ રીસર્ચ પેપર ‘ઇન્ટરસેલિંગ ફેમિલિઝ 2ઃ મિકસ્ડ કેરેટેરિસ્ટિક પોલીનોમીઅલ્સ એન્ડ ધ કેડિસન-સિંગર પ્રોબ્લેમ’, જેને ઓપરેટર થિયરીમાં પ્રકાશિત ‘પેવિંગ પ્રોબ્લેમ’ને ઉકેલવાની સાથે 1959માં રિચર્ડ કેડિસન અને ઇસાડોર સિંગર દ્વારા સૂત્ર આપવામાં આવ્યું હતું.
એવોર્ડ વિજેતા આ ત્રણેય ગણિતજ્ઞોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ એ ઘણા લોકો વતી પુરસ્કાર સ્વીકારવા ઇચ્છે છે, જેમના કાર્યએ કેડિસન-સિંગર સમસ્યાના ઉકેલમાં યોગદાન આપ્યું હોય.