ભારત વર્તમાન નાણાકીય વર્ષમાં મોટાભાગના તમામ મોખરાના અર્થતંત્રોમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામશે એવો અભિપ્રાય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાન ગવર્નર શક્તિકાંતા દાસે રજૂ કર્યો છે. ગત મહિને મળેલી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠકની શુક્રવારે જાહેર કરાયેલી મિનિટ્સમાં રીઝર્વ બેન્કના અભિપ્રાય અંગે માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે, એમપીસીના તમામ સભ્યોએ ૩૦ સપ્ટેમ્બરે સર્વસંમતિથી રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે વ્યાજદરમાં સતત ત્રીજી વખત 0.5 ટકાનો વધારો કરાયો છે અને તેને લીધે રેપો રેટ 5.9 ટકાએ પહોંચ્યો છે. મે મહિનામાં રેપો રેટ 0.40 ટકા વધારવામાં આવ્યો હતો. કમિટીમાં માત્ર આશીમા ગોયલે વ્યાજદર 0.35 ટકા વધારવાની તરફેણ કરી હતી. જ્યારે અન્ય તમામ સભ્યોએ વ્યાજદરમાં 0.50 ટકા વધારવાનો અભિપ્રાય આપ્યો હતો. મિનિટ્સમાં જણાવ્યા મુજબ, ‘ગવર્નર દાસે જણાવ્યું હતું કે મિશ્ર સંકેત હોવા છતાં આર્થિક પ્રવૃત્તિમાં સ્થિર દરે સુધારો થઈ રહ્યો છે. વૈશ્વિક પરિબળો માગ પર દબાણ વધારી રહ્યા છે. વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ સાત ટકા છે. પરિસ્થિતિ ગમે વીતે હોય ભારત વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપી વૃદ્ધિ દેખાજશે. રીઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને એમપીસીના સભ્ય માઇકલ પાત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અર્થતંત્ર વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે નાણા નીતિએ મહત્વની ભૂમિકા ભજવવી જરૂરી છે. નાણા નીતિનું ધ્યાન ફુગાવાના લક્ષ્યાંકને નિર્ધારિત સમયમર્યાદામાં સિદ્ધ કરવા પર હોવું જોઇએ.

LEAVE A REPLY