કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા. (ANI Photo/ SansadTV)

ચીન અને અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના અચાનક વધતા કેસોથી ભારત  સરકાર સાવચેત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે  બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોવિડના નવા કેસોનું જીનોમ સીક્વેંસિંગ કરવા સૂચના આપી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ  ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે મહામારીની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની બેઠક પછી, નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે, જો તમે ભીડભાડવાળી જગ્યા, ઘરની અંદર કે બહાર હોય તો પણ માસ્કનો ઉપયોગ કરવો. કોમોર્બિડિટીઝ ધરાવતા અથવા વધુ વય ધરાવતા લોકો માટે આ બધી બાબત ખુબ મહત્વની છે. 

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એનસીડીસી અને આઈસીએમઆરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ જીનોમ સીક્વેસિંગ પર ભાર મૂકવો પડશે. આ સમયે દેશમાં કોરોના વાયરસના વધુ કેસો નથી અને મૃત્યુઆંક પણ પ્રમાણમાં ખૂબ ઓછો છે. પરંતુ ફરી વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, એવામાં ભારત સરકાર કોઈ બેદરકારી રાખવા ઈચ્છતી નથી. કોરોનાના કેસોને લઈને કેન્દ્ર સરકારે બુધવારે રિવ્યૂ બેઠક બોલાવી છે. જેમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી એનસીડીસી અને આઈસીએમઆરને લખેલા પત્રમાં કહ્યું છે કે જો કોરોનાના નવા વેરિઅન્ટની સમયસર ઓળખ કરવી છે, તો તેના માટે જીનોમ સીક્વેસિંગ જરુરી છે. રાજયોને પણ તાકીદ કરાઈ છે કે એ જીનોમ સીક્વેસિંગ માટે સેમ્પલ મોકલે. 

વિશ્વના કેટલાય મોટા દેશોમાં કોરોનાના કેસો અચાનક વધ્યા છે. ખાસ કરીને અમેરિકા, બ્રાઝીલ, ચીન, કોરિયા અને જાપાનમાં કોરોનાના કેસોમં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા ક્હયું છે. કેન્દ્ર સરકારને શંકા છે કે કયાંય કોરોનાનો નવો વેરિઅન્ટ તો નથી ને, જેનાથી આવનારા દિવસોમાં કેસોમાં અચાનક વધારો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યોની સરકારોને કહ્યું કે જે રીતે વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેનાથી સમજી શકાય છે કે કોરોના હજુ ખત્મ થયો નથી. એવામાં કોરોનાના ટ્રેન્ડની દેખરેખ જરુરી છે. 

LEAVE A REPLY

ten − nine =