બકિંગહામશાયરસ્થિત આયોજિત ગુનાખોરી કરતા એક ગ્રૂપને નાણા અને ડ્રગ પહોંચાડવાનું કામ કરતી ભારતીય મૂળની એક મહિલાને ચારથી વધુ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાઉથ-ઇસ્ટ રીજનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ (SEROCU)ની તપાસના અંતે લંડનમાં પોકલિંગ્ટન ક્લોઝની રહેવાસી 41 વર્ષીય મનદીપ કૌરની જુન 2020માં 50 હજાર પાઉન્ડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં એઇલ્સબર ક્રાઉન કોર્ટમાં તે ઉચ્ચ કક્ષાનું ડ્રગ્સ પહોંચાડવાના અને ગુનાઇત મિલકત રાખવાના ષડયંત્રોમાં દોષિત જણાઇ હતી.

કોર્ટેને જણાવવામાં આવ્યું હતું કે, આ મહિલાએ તેની ધરપકડના ત્રણ દિવસ અગાઉ એક કિલો કોકેઇનની હેરાફેર કરી હતી. આ મહિલા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રૂપ સાથે સંકળાયેલી છે તે નોંધપાત્ર બાબત છે. SEROCUના તપાસ અધિકારી, ડીટેક્ટિવ કોન્સ્ટેબલ ડેલ લીસ્ટરે જણાવ્યું હતું કે, તે ગ્રૂપના સીનિયર સભ્યોની સૂચના મુજબ ગુનાઇત નાણાની હેરાફેરી કરતી હતી. મોટાપાયે ડ્રગની હેરાફેરીના ષડયંત્રમાં તેની સંડોવણીના કારણે મનદીપ કૌરને કુલ ચાર વર્ષ અને આઠ મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે.

આ મહિનાની શરૂઆતમાં આ ગ્રૂપના ભારતીય મૂળના સભ્યો-કુરન ગિલ, જગ સિંઘ અને ગોવિંદ બહિયાને એક મિલિયન પાઉન્ડની કિંમતના ગાંજાને કેનેડાથી યુકેમાં સ્મલિંગ કરવાના કેસમાં જેલ સજા થયાના થોડા દિવસ પછી મનદીપ કૌરની ધરપકડ કરવામાં આવી હતી. નેશનલ ક્રાઇમ એજન્સીની તપાસના પગલે ગત અઠવાડિયે નેધરલેન્ડથી યુકે અને આયર્લેન્ડમાં લાખો પાઉન્ડના ડ્રગની હેરાફેરી કરવાના ષડયંત્રમાં જોશપાલ સિંગ કોથિરીયા દોષિત ઠર્યો હતો.

LEAVE A REPLY

17 − 12 =