Indian student dies after being hit by a truck in Toronto
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાના ટોરોન્ટોમાં સાઇકલ પર રસ્તો ક્રોસ કરતી વખતે એક પીકઅપ ટ્રકે ટક્કર મારતાં 20 વર્ષના એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. ટ્રકે વિદ્યાર્થીને તેની સાથે ઢસડ્યો પણ હતો, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
પોલીસે હજુ સુધી મૃતકની ઓળખ કરી નથી, પરંતુ એક ન્યૂઝ વેબસાઈટએ શુક્રવારે એક અહેવાલમાં મૃતકના પિતરાઈ ભાઈ પરવીન સૈનીને ટાંકીને જણાવ્યું હતું કે કાર્તિક સૈની ઓગસ્ટ 2021માં ભારતથી કેનેડા આવ્યો હતો. કાર્તિક સૈની હરિયાણાના કર્નાલનો વતની હતી.

પરવીને કહ્યું હતું કે પરિવારને આશા છે કે કાર્તિકના મૃતદેહને અંતિમસંસ્કાર માટે શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલવામાં આવશે. શેરિડન કોલેજે પુષ્ટિ કરી છે કે કાર્તિક તેનો વિદ્યાર્થી હતો. કોલેજે શુક્રવારે એક ઈ-મેલમાં જણાવ્યું હતું.”કાર્તિકના આકસ્મિક અવસાનથી અમારો સમુદાય ખૂબ જ દુઃખી છે. અમે તેના પરિવાર, મિત્રો, સાથીદારો અને પ્રોફેસરો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે સાંજે આશરે 4.30 વાગ્યે યોંગ સ્ટ્રીટ અને સેન્ટ ક્લેયર એવન્યુના ક્રોસરોડ પર થઈ હતી. મિડટાઉનમાં એક પીકઅપ ટ્રક દ્વારા અથડાઈને અને ખેંચાઈ જવાથી સાયકલ સવારનું મૃત્યુ થયું હતું. ઇમર્જન્સી સર્વિસે સાયકલસવારને ટ્રકથી મુક્ત કરવાનો અને તેનું જીવન બચાવવાનો કરવાનો પ્રયાસ કર્યો હતું, પરંતુ તેને ઘટનાસ્થળે મૃત જાહેર કરાયો હતો. ટોરોન્ટો પોલીસ સર્વિસના પ્રવક્તા કોન્સ્ટેબલ લૌરા બ્રાબેન્ટે જણાવ્યું હતું કે આ ટક્કરની તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

one × 3 =