Indian tourists will get UK visitor visa within 15 days

યુકેના પ્રવાસે જવા ઈચ્છતા અસંખ્ય ભારતીયો માટે બ્રિટિશ હાઇકમિશન દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. થઈ છે. ભારતસ્થિત બ્રિટિશ હાઈકમિશ્નરે કહ્યું હતું કે હવે ભારતીયોને 15 દિવસમાં બ્રિટનના વિઝિટર્સ વિઝા મળી જશે. ભારતસ્થિત બ્રિટિશ એમ્બેસેડર એલેક્સ એલિસે એક વીડિયોમાં જણાવ્યું હતું કે, ભારતના નાગરિકો બ્રિટનમાં ફરવા જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે યુકે જવા ઈચ્છતા ભારતીયોને અરજી કર્યાના 15 દિવસમાં જ વિઝિટ વિઝા મળી જશે. કોઇ કેસમાં અપૂરતા ડોક્યુમેન્ટ્સ કે અન્ય સમસ્યા હશે તેને બાદ કરતાં 15 દિવસમાં વિઝિટ વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. દિલ્હીસ્થિત હાઈ કમિશને એ દિશામાં પગલાં ભર્યા છે અને ખાસ સીસ્ટમ ઊભી કરી છે.

બ્રિટિશ એમ્બેસેડરે કહ્યું હતું કે, ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ માટે આવતા હોય છે. આવતા વર્ષ માટે સ્ટૂડન્ટ વિઝાની પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ કરાશે અને તમામ વિદ્યાર્થીઓના વિઝાની પ્રોસેસ શક્ય એટલી ઝડપથી થાય તે અંગે ધ્યાન આપવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં ખૂબ મોટી તક છે એટલે તેમને આવકારવામાં આવશે અને તેમને સ્ટૂડન્ટ વિઝા સંબંધિત યોગ્ય માર્ગદર્શન પણ મળશે.

LEAVE A REPLY

fifteen − 3 =