Indian national jailed for 60 months in call center scam in Houston

નોકરીની લાલચમાં ભારતના યુવાનોને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ ભારતે આંતરરાષ્ટ્રીય જોબ રેકેટથી સતર્ક રહેવા એક એડવાઇઝરી જારી કરી છે. શનિવારે વિદેશ મંત્રાલયે નોકરીની ઓફર સ્વીકારતા પહેલા વિદેશી નોકરીદાતા કંપનીઓની અને રિક્રુટમેન્ટ એજન્સીઓની સાચી ઓળખ સહિતની તમામ બાબતની ચકાસણી કરીને તેને ભારતના દૂતાવાસ મારફત વેરિફાઇ કરવાની ભારતના નાગરિકોને સલાહ આપી છે.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે લેભાગુ આઇટી કંપનીઓ દ્વારા થાઇલેન્ડમાં આકર્ષક નોકરીની ઓફર કરતા ફેક જોબ રેકેટની ઘટનાઓ બેંગકોક અને મ્યાનમારમાં ઇન્ડિયન મિશન્સના ધ્યાનમાં આવી છે. આવી બનાવટી આઇટી કંપનીઓ કોલ સેન્ટર અને ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં સંડોવાયેલી છે. આવી શંકાસ્પદ આઇટી કંપનીઓ થાઇલેન્ડમાં ડિજિટલ સેલ્સ અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવના હોદ્દા માટે ભારતીય યુવાનોને ફસાવવા આકર્ષક જોબની ઓફર કરે છે. બેંગકોંક અને મ્યાનમાર ખાતેના ભારતીય હાઇકમિશનોના ધ્યાનમાં આ રેકેટ આવ્યું છે.

વિદેશ મંત્રાલયે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે આઇટીમાં કુશળતા ધરાવતા યુવાનોને ટાર્ગેટ કરાય છે. તેમને સોશિયલ મીડિયામાં જાહેરખબરો આપીને તથા દુબઇ અને ભારત ખાતેના એજન્ટો મારફત થાઇલેન્ડમાં ડેટા એન્ટ્રીની જોબના નામે ફસાવવામાં આવે છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યુવાનને ગેરકાયદેસર રીતે સીમા પાર અને ખાસ કરીને મ્યાનમારમાં લઈ જવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. અહીં તેમને ખરાબ સ્થિતિમાં કામ કરવા માટે બંધક તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે બીજા માધ્યમો મારફતની આવી બનાવતી જોબ ઓફરના રેકેટમાં ફસાવવું જોઇએ નહીં.

મંત્રાલયે જણાવ્યું છે કે રોજગારીના હેતુ માટે ટુરિસ્ટ કે વિઝિટ વીઝાને આધારે ટ્રાવેલ કરતાં પહેલા ભારતના નાગરિકોને સંબંધિત દેશોમાં ભારતીય હાઇકમિશન્સ મારફત વિદેશી નોકરીદાતાની સાચી ઓળખ સહિતની સંપૂર્ણ માહિતીની ચકાસણી કરીને તેને વેરિફાઇ કરવાની સલાહ આપવામાં આવે છે. ભારતના નાગરિકોએ જોબની ઓફર સ્વીકારતા પહેલા રિક્રુટમેન્ટ એજન્સી  અને કંપનીની પૂર્વભૂમિકાની પણ ચકાસણી કરવી જોઇએ.

થાઇલેન્ડમાં આકર્ષક નોકરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો ભોગ બનેલી 30 ભારતીયોને મ્યાનમાર ખાતેના ભારતના દૂતાવાસે તાજેતરમાં બચાવી લીધી હતી. આ રેકેટમાં કુલ 60 લોકો ફસાયા હતા અને તેમને મ્યાનમારના મ્યાવાડ્ડી પ્રાંતમાં બંધક બનાવાયા હતા. મ્યાવાડ્ડી વિસ્તાર થાઇલેન્ડની સરહદ નજીક આવે છે. આ પ્રાંતમાં મ્યાનમારની સરકારનો સંપૂર્ણ અંકુશ નથી. આ વિસ્તાર પર કેટલાંક વંશિય સશસ્ત્ર ગ્રૂપોનું વર્ચસ્વ છે.

LEAVE A REPLY

two × four =