India's civil aviation safety rating category will remain the first

ભારતની નાગરિક ઉડ્ડયન સલામતી રેટિંગ શ્રેણી પ્રથમ જ રહેશે. ઉડ્ડયન સુરક્ષા દેખરેખ માટેના આંતરરાષ્ટ્રીય ધોરણોને ભારત દ્વારા પરિપૂર્ણ કરાયાં છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ભારતમાં નાગરિક વિમાનની કામગીરીમાં દેખરેખ અને કર્મચારી લાઇસન્સિંગને આવરી લેતા ક્ષેત્રોમાં ડાયરેકટોરેટ ઓફ સિવિલ એવિએશન દ્વારા ઓડિટ બાદ ભારતને પ્રથમ શ્રેણીનો દરજ્જો મળ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ કોઈ દેશ સ્થાપિત સુરક્ષા ધોરણોનું પાલન કરે છે કે નહીં તે ચકાસવામાં આવે છે.

ભારતની ઉડ્ડયન તંત્રની અસરકારક સુરક્ષા અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે DGCAની કામગીરીની પ્રશંસા કરી છે. પ્રથમ શ્રેણીનો દરજ્જો ધરાવતા દેશોને અમેરિકામાં સેવાઓનું સંચાલન, વિસ્તરણ કરવાની અને અમેરિકાની વિમાન સેવાઓને કોડ આપવા મંજૂરી મળે છે. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતને પ્રથમ શ્રેણીનું પ્રમાણપત્ર એવા સમયે મળ્યું છે જ્યારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પ્રગતિના માર્ગ પર છે. નાગરિક ઉડ્ડયન સીસ્ટમ માટે અસરકારક સલામતી દેખરેખ અંગેનું પ્રમાણપત્ર ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

LEAVE A REPLY

three − 2 =