Indonesia earthquake death toll rises to 162, hundreds injured
photo taken by Antara Foto. Antara Foto/Raisan Al Farisi/ via REUTERS

ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવાર 21 નવેમ્બરે આવેલા 5.6-તીવ્રતાના વિનાશક ભૂકંપથી ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા હતા અને  700થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપે સમગ્ર ટાપુને હચમચાવી નાંખ્યા હતો અને અનેક ઇમારતોને નુકસાન થયું હતું. ભૂકંપના આંચકાથી ભૂસ્ખલન પણ થયું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપ પશ્ચિમ જાવાના સિઆનજુર પ્રદેશમાં કેન્દ્રિત હતો અને તે રાજધાની જાકાર્તા સુધી અનુભવાયો હતો. જાકાર્તામાં ગભરાયેલા રહેવાસીઓ શેરીઓમાં દોડી આવ્યા હતા.

પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે 162 લોકો માર્યા ગયા છે અને 326ને ઈજાઓ થઈ છે.

પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરના વહીવટી વડા હરમન સુહરમેને બ્રોડકાસ્ટર કોમ્પાસ ટીવીને જણાવ્યું કે “તાજા સ્થિતિ મુજબ 162 લોકો માર્યા ગયા છે. ઘણા વિસ્તારોમાંથી પીડિતો આવી રહ્યા છે અને લગભગ 700 લોકો ઘાયલ થયા છે.” તેમણે કહ્યું કે ભૂકંપમાં હજારો ઘરોને નુકસાન થયું હશે. આંચકાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરના સ્થાનિક વહીવટી વડાએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ એકલા એક હોસ્પિટલમાં ગણવામાં આવ્યા હતા. 

સ્થાનિક મીડિયા અનુસાર ભૂકંપથી શહેરમાં દુકાનોહોસ્પિટલો અને ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલને ભારે નુકસાન થયું હતું.

LEAVE A REPLY

five × one =