due to record inflation
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રેક્ઝીટ, કોવિડ-19 રોગચાળો, યુક્રેન યુધ્ધ, ઓઇલની કિંમતોમાં થયેલો ભાવ વધારો અને હવે ફૂગાવાને કારણે બેન્ક ઓફ ઇગ્લેન્ડે તા. 4ના રોજ વ્યાજના દરોમાં છેલ્લા 27 વર્ષમાં ન થયો હોય તેવો સૌથી મોટો એટલે કે 0.5%નો વધારો કર્યો છે. બેંકનો બેઝ રેટ હવે 1.25 ટકાથી વધીને 1.75 ટકા થયો છે. આ વધારાના કારણે લાખ્ખો પરિવારોના મોર્ગેજના પેયમેન્ટ વધી જનાર છે. નિષ્ણાતોએ આગાહી કરી છે કે વર્ષના અંત સુધીમાં વ્યાજનો દર વધીને 4% કે તેથી વધુ સુધી પહોંચી શકે છે.

જેમના મોર્ગેજ ડીલ કે ટર્મ પૂરા થનાર છે તેવા પરિવારોને માથે વધુ વ્યાજ દરની અણધારી આફત આવશે. બીજી તરફ જેમણે બેન્કોમાં સેવિંગ્સ કરી રાખ્યું છે તેમને બેન્કો આ વ્યાજના દર વધારાનો લાભ આપતી નથી.

ટ્રેકર અથવા વેરિયેબલ રેટ મોર્ગેજ ધરાવતા લાખો લોકોને આ વ્યાજ વધારાના કારણે મોટી રકમનું પેયમેન્ટ ચૂકવવું પડશે. વ્યાજ દર વધારાના કારણે £400,000નું મોર્ગેજ ધરાવનારને દર વર્ષે વધારાના £1,572 અને દર મહિને વધારાના £132 ચૂકવવા પડશે. હાલમાં ફિક્સ રેટ મોર્ગેજ ધરાવતા લગભગ 1.8 મિલિયન લોકોની મોર્ગેજ ટર્મ સમાપ્ત થવાનો છે. નિષ્ણાંતોના મતે તો આ પહેલો વ્યજદર વધારો છે અને આગામી ડીસેમ્બર સુધી બીજા વ્યાજદર વધારા આવે તેવી પૂરે પૂરી શક્યતાઓ છે.

હાલમાં સરેરાશ બે વર્ષનો ફિક્સ મોર્ગેજ ડીલનો વ્યાજનો દર 3.46 ટકા છે. જે દર પહેલા 1.35 ટકા હતો. નવા વ્યાજ દર વધારાના કારણે £150,000ના મોર્ગેજ પર હવે £1,952 વધુ ચૂકવવા પડશે. જ્યારે પાંચ વર્ષનો ફિક્સ મોર્ગેજ ડીલનો વ્યાજનો દર 3.5 ટકા થયો છે. સોમવારે, હિંકલી એન્ડ રગ્બી બિલ્ડીંગ સોસાયટીએ તો તેના સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ વધારીને 6.44 ટકા કર્યો હતો. હેલિફેક્સે તેનો ફિક્સ રેટ ડીલનો વ્યાજના દર 0.4 ટકા, લોઇડ્સે 0.27 અને HSBCએ 0.25નો વધારો કર્યો છે. તો કો-ઓપરેટિવ અને પ્લેટફોર્મએ તેમના ત્રણ અને પાંચ વર્ષના ફિક્સ્ડ રેટ ડીલ પાછા ખેંચી લીધા હતા. તો પોસ્ટ ઓફિસ મનીએ તેની મોર્ગેજ રેન્જને જ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. સેન્ટાન્ડરે તેનો સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ 0.5 ટકા વધારીને 5.99 ટકા કર્યો છે.

ટીકાકારોએ બેંક ઓફ ઇગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલી પર તેમની ફરજમાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો છે. એનર્જીના દરોમાં વધારાના કારણે આ મંદી હજૂ આગામી એક વર્ષ સુધી ચાલશે તેવી આગાહી કરાઇ રહી છે. બેંક ઓફ ઇગ્લેન્ડે આગાહી કરી છે કે  મંદીને કારણે GDP 2.1% જેટલી ઘટશે. શિયાળામાં ગેસ અને ફુગાવો આવતા વર્ષે 13% સુધી પહોંચશે જેને કારણે ખોરાક, એનર્જી અને અન્ય બિલોમાં વધારો થશે.

ગવર્નર એન્ડ્રુ બેઇલીએ આગાહી કરી હતી કે 2022ના અંત સુધીમાં યુકે એક વર્ષ લાંબી મંદીમાં સપડાઇ જશે. આ મંદી 2008ની નાણાકીય કટોકટી પછીની સૌથી લાંબી અને 1990ના દાયકા જેટલી ગંભીર હશે.

  • ઋષિ સુનકે દાવો કર્યો હતો કે લિઝ ટ્રુસની દરખાસ્તો અમલમાં આવશે તો વ્યાજ દર 7 ટકા સુધી પહોંચશે.
  • એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે વ્યાજદર ‘ઘણા સમય પહેલા વધારવો જોઈતો હતો અને બેંક ઈંગ્લેન્ડ આ બાબતે ખૂબ જ ધીમી છે.
  • ઘરની કિંમતો જુલાઇમાં એક વર્ષમાં પ્રથમ વખત ઘટી હતી.
  • વોચડોગ ઓફજેમે એનર્જીના ભાવોમાં વધારાની પ્રાઈસ કેપ વર્ષમાં બે વારને બદલે દર ત્રણ મહિને બદલવી જોઈએ.
  • આગામી ત્રણ વર્ષમાં બેરોજગારી 3.7%થી વધીને 6.3% થવાની આગાહી કરાઇ છે.
  • વ્યાજનો દર આ વર્ષના અંત સુધીમાં તે 3%થી 4% સુધી પહોંચશે.
  • લગભગ 1.8 મિલિયન ફિક્સ રેટ મોર્ટગેજ આવતા વર્ષે સમાપ્ત થવાના છે.

પ્રતિ માસ મોર્ગેજની ચૂકવણીમાં થનારો વધારો

મોર્ગેજની રકમ 1.5%નો વધારો 1.75%નો વધારો 2%નો વધારો 2.25%નો વધારો 2.5%નો વધારો
£150,000 £22 £44 £66 £88 £111
£200,000 £29 £58 £88 £118 £148
£300,000 £43 £87 £132 £177 £222
£450,000 £65 £131 £198 £265 £334