Navratri and Ramkatha, International Siddhashram Shakti Centre

ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે 26 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રોજ રાત્રે 8 વાગ્યાથી નવરાત્રી પ્રસંગે રાસ ગરબાનું શાનદાર આયોજન હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. હોટ ફૂડ દાંડીયા રાસનો લાભ મળશે.

આજ સ્થળે ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીની હાજરીમાં શ્રી ધિરેન્દ્ર કિશનજી મહારાજ (બાગેશ્વર સરકાર)ની શ્રી રામ કથાનું આયોજન 26 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રોજ બપોરે 12થી 3 દરમિયાન કરવામાં આવ્યું છે. તા. 1 ને 2 ના રોજ સવારે 9 વાગ્યે 2 દિવસના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. સંપર્ક: 0208 8426 0678 – https://siddhashram.com/  તથા 07812 180 303.

  • ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા તા. 19થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન રોજ બપોરે 4થી સાંજના 7 દરમિયાન શ્રી સનાતન મંદિર, 84 વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે કરવામાં આવ્યું છે. કથાનો લાભ શાસ્ત્રી વિજયભાઇ દવે આપશે. સંપર્ક: ભક્તિ જોશી 07908 428 525 અને 0208 8426 0678 – https://siddhashram.com/

LEAVE A REPLY

four × two =