Khalistani Terrorist Pannun
(Photo by OZAN KOSE/AFP via Getty Images)

ઈન્ટરપોલ તરીકે જાણીતા ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશને ખાલિસ્તાન અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુન સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની ભારતની વિનંતીને ક્વેરી સાથે પાછી મોકલી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતે ત્રાસવાદી આરોપો હેઠળ પન્નુન સામે નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ભારતીય એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા તમામ ઇનપુટ્સ સબમિટ કર્યા હતા, પરંતુ ઇન્ટરપોલે પ્રશ્નો ઉઠાવ્યા અને તેને પરત કર્યા હતા.

સરકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્ટરપોલે આતંકવાદ વિરોધી કાયદો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારા (UAPA)ના કોઈપણ “દુરુપયોગ”ની ટીકા કરી નથી.અગાઉ કેટલાક અહેવાલોમાં જણાવ્યું હતું કે ઇન્ટરપોલે ભારતના આ કાયદાની ટીકા કરી છે.

પન્નુન કેનેડા સ્થિત ખાલિસ્તાન તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)નો સ્થાપક અને કાનૂની સલાહકાર છે. મે મહિનામાં ધર્મશાલામાં હિમાચલપ્રદેશ વિધાનસભાની દિવાલો પર ‘ખાલિસ્તાન’ બેનરો અને ચિત્રામણના કેસમાં તેને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. શીખ ફોર જસ્ટિસને કેન્દ્ર દ્વારા 2019માં ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી.

અગાઉ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે ભારતીય સત્તાવાળાઓ ગુરપતવંત સિંહ પન્નુન સંબંધિત કેસમાં પૂરતી માહિતી આપી શક્યા નથી. જેના કારણે ઈન્ટરપોલે આતંકવાદી પન્નુન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ઈન્ટરપોલે UAPA પર સવાલ ઉઠાવ્યો હતો અને એ પણ સંકેત આપ્યો હતો કે, લઘુમતી જૂથો અને અધિકાર કાર્યકરોને ટાર્ગેટ કરવા માટે UAPAનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્ટરપોલે સ્વીકાર્યું છે કે, પન્નુન એક હાઈ-પ્રોફાઈલ શીખ અલગાવવાદી છે અને SFJ એક સ્વતંત્ર ખાલિસ્તાનની માગણી કરતું જૂથ છે.

LEAVE A REPLY

eight + twenty =