IPL-2023 Mini Auction
(ANI Photo)

ઈન્ડિયન પ્રિમીયર લીગ-2023 (IPL-2023)ના કોચીમાં 23 ડિસેમ્બરે ચાલુ થયેલા મિની ઓક્શનમાં ઇંગ્લેન્ડના હેરી બ્રુક માટે ત્રણ ફ્રેન્ચાઇઝીઓએ રસ દર્શાવ્યો હતો આખરે તેને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 13.25 કરોડમાં ખરીદ્યો હતો. આ ઓક્શનમાં કુલ 405 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આ ઓક્શનમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.
આઈપીએલની હરાજીમાં આ એક રેકોર્ડ બ્રેકિંગ દિવસ રહ્યો હતો કારણ કે પંજાબ કિંગ્સે ઈંગ્લેન્ડના ટી20 વર્લ્ડ કપના હીરો સેમ કુરાનને રૂ. 18.5 કરોડમાં ખરીદ્યો હગતો. ક્રિસ મોરિસને પાછળ છોડીને કુરન હવે IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરનને લખનૌ સુપરજાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

હેરી બ્રુકને ત્રણ ફ્રેન્ચાઇઝી વચ્ચેની લડાઈ બાદ આખરે સનરાઈઝર્સ હૈદરાબાદને રૂ. 13.25 કરોડમાં વેચવામાં આવ્યો હતો. મયંક અગ્રવાલને પણ SRH દ્વારા રૂ. 8.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

કેન વિલિયમસન પ્રથમ ખેલાડી હતો જેને ગુજરાત ટાઇટન્સે રૂ. 2 કરોડમાં ખરીદ્યો હતો. અજિંક્ય રહાણે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં CSK પાસે ગયો હતો. જો રૂટ અને રિલી રોસોઉ પ્રથમ સેટમાં વેચાયા વગરના રહ્યા હતા. ઇંગ્લેન્ડના સ્ટાર સ્પિનર ​​આદિલ રશીદને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2 કરોડમાં ખરીદ્યો હતો જ્યારે ઇંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટને દિલ્હી કેપિટલ્સે એટલી જ રકમમાં પસંદ કર્યો હતો.

આઈપીએલ-2023ના ઓક્શનમાં કયા ખેલાડીની કેટલામાં હરાજી થઈ

મયંક માર્કેન્ડે (ભારત) – 50 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ
આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ) – 2 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
ઈશાંત શર્મા (ભારત) – 50 લાખ, દિલ્હી કેપિટલ્સ
ઝાઈલ રિચર્ડસન (ઓસ્ટ્રેલિયા) – 1.5 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
રિસ ટોપલી (ઇંગ્લેન્ડ) – 1.90 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
જયદેવ ઉનડકટ (ભારત) – 50 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
હેનરિક ક્લાસેન (દક્ષિણ આફ્રિકા) – 5.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ) – 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ
નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) – 16 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 16.25 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) – 17.50 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડિઝ) – 5.75 કરોડ, રાજસ્થાન રોયલ્સ
સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) – 50 લાખ, પંજાબ કિંગ્સ
ઓડિયન સ્મિથ (વેસ્ટ ઈન્ડિઝ) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ
સેમ કુરન (ઇંગ્લેન્ડ) – 18.50 કરોડ, પંજાબ કિંગ્સ

LEAVE A REPLY

18 − twelve =