આઇપીએલની આ સીઝનમાં પ્રથમવાર જોડાયેલી ગુજરાત ટાઇટન્સની ટીમ પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઇ છે. ગત મંગળવારે લખનૌ સુપર જાયન્ટ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સે 62 રને વિજય મેળવ્યો હતો. શુભમન ગીલના 49 બોલમાં અણનણ 63 રન પછી રાશિદે 24 રનમાં ચાર વિકેટ ઝડપતાં ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો. જીતવા માટેના 145 રનના લક્ષ્યાંકની સામે લખનૌની ટીમ 13.5 ઓવરમાં જ માત્ર 82 રનમાં જ આઉટ થઇ ગઈ હતી.
અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સના બોલરોના પ્રભુત્વસભર દેખાવ સામે ગુજરાત ટાઈટન્સે ભારે સંઘર્ષ પછી ચાર વિકેટે 144 રન કર્યા હતા. ઓપનર ગીલે એક છેડો સાચવી રાખતાં 49 બોલમાં સાત ચોગ્ગા સાથે અણનમ 63 રન નોંધાવ્યા હતા. જ્યારે લખનૌના અવેશ ખાને 26 રનમાં બે વિકેટ મેળવી હતી.