Ishan Kishan's fastest double century in a match against Bangladesh

ભારત-બાંગ્લાદેશની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની અંતિમ મેચ શનિવારે ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશનની સૌથી ઝડપી બેવડી સદી અને અને વિરાટ કોહલીની 72મી સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 409 રન બનાવ્યા હતા.

ઈશાન કિશને વનડેમાં ફક્ત 126 બોલમાં જ સૌથી ઝડપી બેવડી સદી ફટકારી છે. આ મેચમાં ઇશન કિશને 23 ચોક્કા અને નવ સિક્સની મદદથી ડબલ સદી નોંધાવી હતી. આ ત્રીજી વનડેમાં ભારત તરફથી કેપ્ટન પદે રોહિત શર્માના સ્થાને કે.એલ. રાહુલ છે. ભારતે શરૂઆતની બંને વન-ડે મેચ હારીને સીરીઝ ગુમાવી છે ત્યારે હવે ત્રીજી વનડેમાં ભારત શાખ બચાવવા માટે રમી રહી છે. કેપ્ટન રોહિત શર્મા ઇજાના કારણે આ વન ડે મેચમાં નથી. અગાઉ વનડે ક્રિકેટમાં ભારતના સચિન તેંડુલકરે સૌ પ્રથમ ડબલ સદી ફટકારી હતી, પછી વીરેન્દ્ર સેહવાગે બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ વિશ્વ ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. હવે આ યાદીમાં ઇશાન કિશનનું નામ પણ સામેલ થયું છે અને ભારત તરફથી વનડેમાં બેવડી સદી કરનાર ચોથો અને વિશ્વનો સાતમો ક્રિકેટર બન્યો છે.

ઈશાન કિશન અને વિરાટ કોહલી સિવાય વોશિંગ્ટન સુંદરે 37 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ ભારતીય બેટર ચાલ્યા નહોતા. બાંગ્લાદેશના બોલર્સનો દિવસ ખરાબ રહ્યો હતો. તેમના તરફથી સૌથી વધુ શાકિબ અલ હસન, ઇબાદત હુસૈન અને તાસ્કીન અહેમદે 2-2 વિકેટ લીધી હતી, તો મુસ્તફિઝુર રહેમાન અને મહેદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

three × 4 =