ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ રવિવાર, 28 ફેબ્રુઆરી 2021ના રોજ શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બ્રાઝિલના સેટેલાઇટ એમેઝોનિયા-1ને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પરિભ્રમણકક્ષામાં મૂક્યો હતો. (PTI Photo)

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ તેના કોમર્શિયલ એકમ મારફત વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે ઉપગ્રહ છોડીને  279 મિલિયન ડોલરના વિદેશી હૂંડિયામણની કમાણી કરી છે. ઇસરોએ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV) મારફત 34 દેશોના 345 વિદેશી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં બુધવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વિદેશી ઉપગ્રહ લોન્ચ કરવાથી થયેલા વિદેશી હૂંડિયામણની કુલ આવકમાંથી 56 મિલિયનની આવક ડોલરમાં અને 220 મિલિયન આવક યુરોમાં થઈ હતી. આ રકમ ડોલરના સંદર્ભમાં 223 મિલિયન ડોલરની થાય છે. ઇસરોએ છેલ્લે પીએસએલવી મિશન હેઠળ 30 જૂને સિંગાપોરના ત્રણ ઉપગ્રહ લોન્ચ કર્યા હતા.