ઇન્ડિયન સોસાયટી ઑફ સાઉથ વેસ્ટ વેલ્સ દ્વારા 6 નવેમ્બર 2021ના રોજ ગાલા ડિનર સાથે દિવાળી ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતમાં કોવિડ-19થી પ્રભાવિત લોકોના ખોરાક, ઓક્સિજન પુરવઠાના સાધનો, દવા અને તબીબી નિપુણતા પૂરી પાડવા (ટેલિમેડિસિન, સીટી સ્કેનનો રિપોર્ટિંગ વગેરે) અને અન્ય સહાય માટે ISSWના સભ્યો તરફથી બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઑફ ઈન્ડિયન ઑરિજિન (BAPIO)ને £7,851નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.