ઈનકમ ટેક્સ વિભાગના ધિકારીઓએ મંગળવારે પીવીસી પાઈપ બનાવતી એસ્ટ્રલ (Astral) અને લોખંડની પાઈપ બનાવતી રત્નમણિ પર દરોડા પાડ્યા હતા. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી હેડ ઓફિસ ઉપરાંત ડિરેક્ટર્સના નિવાસસ્થાન, કડી નજીક આવેલી પાઈપની કંપની પર અને કલોલ-મહેલાણા હાઈવે પરના રત્નમણિ મેટલના કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સિવાય રાજસ્થાન, મુંબઈ, દિલ્હી તેમજ મધ્યપ્રદેશમાં આવેલી કંપનીઓની ઓફિસમાં પણ અધિકારીઓએ તવાઈ બોલાવી હતી. સુરક્ષાના ભાગરૂપે એસઆરપીના જવાનોને સાથે રાખીને બેનામી હિસાબોની તપાસ કરવામાં આવી હતી, જેની કામગીરી આગામી બે દિવસ યથાવત્ રહેશે.ઓફિસ, નિવાસસ્થાન તેમજ ફેક્ટરીઓ સહિત 40 સ્થળે પડાયેલી રેડમાં પ્રથમ દિવસે રૂ.1 કરોડની રોકડ અને 12 લોકર પકડાયા હતા. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા અને 100 કરોડની બિનહિસાબી કાચી એન્ટ્રીઓની વિગત પણ મળી હતી. દરોડમાં 200થી વધુ અધિકારીઓ જોડાયા હતા અને 200 એસઆરપી જવાનોનો પહેરો ગોઠવાયો હતો