property tax

ભારતમાં આવકવેરા વિભાગે બુધવારે વૈશ્વિક એનજીઓ ઓક્સફામ ઇન્ડિયા અને નવી દિલ્હી સ્થિત જાણીતી થીન્ક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર)ના સ્થળો પર સર્ચ કાર્યવાહી કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સંસ્થાઓએ દ્વારા વિદેશી યોગદાન નિયમ ધારાનો ભંગથયો છે કે નહીં તેની તપાસકરવા માટે આ સરવે કરવામાં આવ્યો હતો. સર્ચ કાર્યવાહી દરમિયાન હિસાબો અને બીજા દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી.

ઓક્સફામ ઇન્ડિયા ફૂડ, કપડા, શેલ્ટર અને મેડિકલ પ્રોજેક્ટ્સ માટે કામ કરે છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓક્સફામને ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ તેના રિન્યુઅલનો ઇનકાર કર્યો હતો. આ પછી સંગઠનને નવેસરથી અરજી કરી હતી.

સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર)ની પોતાને જાહેર નીતિ થિન્ક ટેક્સ તથા નોન પ્રોફિટ, બિનરાજકીય અને સ્વતંત્ર સંસ્થા તરીકે ઓળખાવે છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરચોરીની વિશ્વસનીય માહિતીને આધારે આ કાર્યવાહી કરાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં બિનમાન્યતાપ્રાપ્ત પાર્ટીઓ સામેની કાર્યવાહી સાથે આને કોઇ કનેક્શન નથી. સીપીઆરની વેબસાઇટમાં જણાવાયું છે કે તે તે નોટ ફોર પ્રોફિટ સોસાયટીનું રજિસ્ટ્રેશન ધરાવે છે અને તેને આપવામાં આવેલા ફંડને ટેક્સમાફીનો લાભ મળે છે. સીપીઆર ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ ((ICSSR) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થાઓ પાસેથી ફંડ મેળવે છે.

LEAVE A REPLY

five × 4 =