Organ donors,art competition , felicitated on the occasion of Diwali

લંડનમાં તા. 5 નવેમ્બર 2022ના રોજ જૈન અને હિંદુ ઓર્ગન ડોનેશન એલાયન્સ (JHOD) દ્વારા આયોજિત દિવાળી ઉત્સવમાં જૈન અને હિન્દુ સમુદાયોના જીવંત દાતાઓ અને દાતા પરિવારોને સન્માનિત કરાયા હતા. તો અંગ દાનને પ્રોત્સાહન આપવા અને રિસાયક્લિંગના મહત્વને ઉજાગર કરવા માટેની કલા સ્પર્ધાના યુવા વિજેતાઓની જાહેરાત કરાઇ હતી.

આ કાર્યક્રમમાં હેરોના મેયર, કાઉન્સિલર જેનેટ મોટ, હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન, બ્રેન્ટ કાઉન્સિલના નેતા અને કાઉન્સિલર  મોહમ્મદ બટ્ટ, લંડન એસેમ્બલીના બ્રેન્ટ એન્ડ હેરોના સભ્ય કાઉન્સિલર કૃપેશ હિરાણી, કાઉન્સિલર શમા ટેટલર અને કાઉન્સિલર કૃપા શેઠ સહિત ઘણા સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હેરોના મેયર કાઉન્સિલકર જેનેટ મોટે પોતાના મૂવિંગ એકાઉન્ટ સહિત પોતાના પતિ ક્રિસની કિડની દાન કરવાની તેણીની ઇચ્છા વિશે વાત કરી હતી. તાજેતરમાં ચેરિટી બનેલા જૈન અને હિંદુ ઓર્ગન ડોનેશન એલાયન્સને ત્રણ પ્રતિષ્ઠિત પેટ્રન તરીકે લોર્ડ જીતેશ ગઢિયા; પ્રોફેસર સર નિલેશ સામાણી અને ગાયક અને સંગીતકાર નવીન કુન્દ્રાના નામની જાહેરાત કરાઇ હતી.

આર્ટ સ્પર્ધામાં 76 બાળકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધાની એકંદરે વિજેતા 8 વર્ષની હતી. જેણે પોતાના નાનાની કિડનીની સારવારની વાત કરી હતી.

JHOD ના અધ્યક્ષ કિરીટ મોદીએ કહ્યું: “અમે જાણીએ છીએ કે, કોવિડને કારણે, નોંધપાત્ર રીતે વધુ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. અમે સ્થાનિક સત્તાવાળાઓ, NHSBT, હોસ્પિટલો, સમુદાય જૂથો અને અન્ય વંશીય લઘુમતી જૂથો સાથે કોવિડના કારણે થતા બેકલોગને ઉકેલવામાં મદદ કરવા માટે આતુર અને તૈયાર છીએ. JHOD એ હવે યુકેમાં હિંદુ અને જૈન સમુદાયો વચ્ચે અંગ દાનને પ્રોત્સાહન આપતી એક સુસ્થાપિત ચેરિટી છે અને દિવાળીની ઉજવણીમાં જીવંત કિડની દાતાઓ અને મૃત દાતાઓના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં ખૂબ જ આનંદ થયો. મને અમારા ત્રણ પેટ્રન લોર્ડ જીતેશ ગઢિયા, પ્રોફેસર સર નિલેશ સામાણી અને નવીન કુન્દ્રાનું સ્વાગત કરતાં આનંદ થાય છે. ”

JHODના આશ્રયદાતા, લોર્ડ જિતેશ ગઢિયાએ કહ્યું હતું કે “જુલાઈ 2019માં સંસદના ગૃહોમાં તેની શરૂઆતની બેઠક બાદથી JHODને મજબૂતીથી આગળ વધતું જોઈને ઘણો આનંદ થયો છે. ઑપ્ટ-આઉટ સિસ્ટમની રજૂઆતથી અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહેલા લોકોને નવી આશા મળી છે. મને ગર્વ છે કે JHOD દક્ષિણ એશિયન સમુદાયમાં અંગ દાન અને પ્રત્યારોપણને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક રીતે યોગ્ય અને દર્દી મૈત્રીપૂર્ણ માહિતી પ્રદાન કરીને માર્ગનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે.’’

JHOD ના પેટ્રન પ્રોફેસર સર નિલેશ સામાણીએ કહ્યું હતું કે “અંગ દાન કોઈને જીવનની ભેટ આપી શકે છે. એશિયન સમુદાયમાંથી વધુ અંગ દાતાઓની તાતી જરૂરિયાત છે. અંગદાન અંગે જાગૃતિ લાવવા અને અંગદાન કરવાનો નિર્ણય લેવામાં પરિવારોને માહિતી અને સહાય પૂરી પાડવા માટે JHOD નું મિશન તેથી મહત્વપૂર્ણ છે.”

JHOD ના પેટ્રન નવીન કુન્દ્રા અને JHODના સેક્રેટરી અને ટ્રસ્ટી પ્રફુલા શાહે પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

LEAVE A REPLY

one + one =