પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જામનગરના બેડી રોડ પરથી ૧૦ કરોડની બજાર કિંમતનો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સ અવાવરું જગ્યામાં છુપાવામાં આવ્યું હતું. સત્તાવાળાએ આ જથ્થો જપ્ત કરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી છેલ્લા કેટલાય દિવસોથી ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. જથ્થો તંત્રએ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ મોરબીમાં ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો હતો, તેના તાર છેક જામનગર સુધી નીકળ્યા હતા. 21 નવેમ્બરે એ.ટી.એસ. દ્વારા નોંધવામાં આવેલા એન.ડી.પી.એસ. ગુન્હામાં વધુ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તથા તેઓના રીમાન્ડ લેવા માટે કોર્ટમાં રજુ કરતા, કોર્ટે ૧૦ દિવસના ના રીમાન્ડ મંજુર કર્યા હતા.