Mumbai Dahi Handi
મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. (ANI Photo)

મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુંબઇમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર નિમિત્તે દહી હાંડી સમારોહ દરમિયાન 22 ‘ગોવિંદા’ અર્થાત સ્પર્ધકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં સૌથી વધુ 64 ગોવિંદા થાણેમાં ઘાયલ થયા હતા. મુંબઈમાં મોટા ભાગના ઘાયલ થયેલા ગોવિંદાઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તેમજ તમામની તબિયત હાલ સ્થિર હતી. કોવિડ-19 મહામારીના કારણે સ્થગિત રહેલા કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવના મહત્વના ભાગ સમાન દહીહાંડી કાર્યક્રમ બે વર્ષ પછી યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં રસિકોએ ભાગ લીધો હતો.