Shrikrishna janmastmi

ગુજરાતભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
રાજ્યના જાણીતા કૃષ્ણ મંદિરો- દ્વારકા, ડાકોર, શામળાજી, ઇસ્કોન સહિતના મંદિરોમાં જન્મોત્સવની ઉજવણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દ્વારકામાં જગત મંદિરને વિવિધ ફુલો અને લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું. શુક્રવારે ૧૦:૩૦ કલાકે પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયા પછી શૃંગાર આરતી કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…ના નાદ સાથે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ હતી. ભક્તોની ઉમટેલી ભારે ભીડના કારણે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહ પરિવાર સાથે અમદાવાદ ખાતેના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ થયા હતા.