અમેરિકાના ક્રિકેટ હોલ ઓફ ફેમ (CHOF) દ્વારા તાજેતરમાં ઈન્ડિયન અમેરિકન મલ્ટી સ્પોર્ટ્સ કોચ જતીન પટેલને ક્રિકેટ હોલ ઓફ ફેમ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતો. CHOF દ્વારા 1981થી અત્યારસુધીમાં કુલ 8 લોકોનું આ એવોર્ડથી સન્માન કરાયું છે. 

જતીન પટેલે પ્રાપ્ત કરેલો આ ત્રીજો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ અગાઉ તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટનો વોલિન્ટિયર સર્વિસ થકી એક શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છેતો પોતાની 35 વર્ષની પ્રોફેશનલ કેરીયર બદલ ઈન્ડિયાના સ્ટેટના ગવર્નરના લોંગ ટર્મ પબ્લિક સર્વિસ રેકગ્નિશનની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. 

ક્રિકેટ ઉપરાંત સોકર અને બેઝબોલના પણ કોચ રહી ચૂકેલા જતીન પટેલે ગત વર્ષે અમેરિકન ક્રિકેટ એજ્યુકેશન કાઉન્સિલ (એસીઈસી)ની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.   

પોતાની આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતાં જતીન પટેલે કહ્યું હતું કે, “2023નું વર્ષ મારા માટે ખૂબજ યાદગાર અને ભવ્ય રહ્યું છેકારણ કે આ વર્ષમાં જ મને ફેડરલ એવોર્ડ તથા CHOFની ઈન્ટરનેશનલ નામના પ્રાપ્ત થયા છે. ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો મને હેટટ્રિક મળી છે. મારી આ તમામ સફળતામાં મારા માતા-પિતામારો પરિવાર તેમજ આટલા વર્ષોથી મને સપોર્ટ આપનારા તમામ મિત્રો પણ એટલા જ ભાગીદાર છે.”

LEAVE A REPLY

16 − 3 =