પ્રતિકાત્મક તસવીર (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ભારતના રાંચીમાંથી ઉઝબેકિસ્તાન અને યુએઇ સુધી બિઝનેસનો વિકાસ કરનારા મુરારી લાલ જાલન હવે તેમના સૌથી મોટા સાહસ જેટ એરવેઝ માટે આવી જ વૃદ્ધિની યોજના બનાવી રહ્યાં છે.

જાલાને જણાવ્યું હતું કે અમે પ્રથમ વર્ષે જ ઇન્ટરનેશનલ રૂટ ચાલુ કરવાની યોજના બનાવી છે. અમારો હેતુ રિજનલ સિટીઝને પાંચથી છ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન સાથે જોડવાનો છે. તેમાં દુબઈ, થાઇલેન્ડ અને સિંગાપોરનો સમાવેશ થઈ શકે છે. અમને ટૂંકા અંતરના એર ટ્રાવેલ માટે પટના, ભુવનેશ્વર, લખનૌ જેવા નાના શહેરોમાં વૃદ્ધિની ક્ષમતા દેખાય છે અને અમે તેનો ઉપયોગ કરવા માગીએ છીએ.

જાલાન અને કાલરોક કેપિટલે સાથે મળીને ડેટ રિઝોલ્યુશન પ્રોસેસ હેઠળ જેટ એરવેઝને હસ્તગત કરી છે. તેમના બિડને જેટના બેન્કર્સને મંજૂરી આપી છે. તે માટે હવે NCLT અને સરકારની મંજૂરી જરૂરી છે.

જાલાનને જણાવ્યું હતું કે અમારી યોજનાને NCLTની મંજૂરી મળ્યાના ચાર મહિનામાં અમે આ એરલાઇન કાર્યરત કરીશું. અમારી ટીમ પ્રથમ વર્ષે 25 વિમાનો સાથે એરલાઇન ચાલુ કરવા માગે છે. અમે જેટ એરવેઝના વારસા અને ભવ્યતાને જાળવી રાખવા માગીએ છીએ અને તેથી તે ફૂલ સર્વિસ એરલાઇન હશે. આ એરલાઇનનું હબ મુંબઈની જગ્યાએ દિલ્હી-એનસીઆર હશે.

જાપાનને અગાઉ એપ્રિલ 2021માં આ એરલાઇન્સ ચાલુ કરવાની યોજના બનાવી હતી, પરંતુ NCLTની કાર્યવાહીમાં વિલંબ થયો હતો. જેટ એરવેઝના સ્લોટના મુદ્દાનો પણ હજુ ઉકેલ આવ્યો નથી. જાલાને અંગે કેન્દ્રીય સત્તાવાળા સાથે બેઠક કરી હતી અને જણાવ્યું હતું કે સત્તાવાળાએ જેટ એરવેઝના સ્લોટ પરત કરવાની ખાતરી આપી છે.