Getty Images)

હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ બાદ રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર ટૂંક સમયમાં પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ છે. કરણ જોહરે આ ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. કરણ જોહરે ફિલ્મની જાહેરાત કરતો એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર દેખાતા નથી પરંતુ બેકગ્રાઉન્ડમાં બંનેનો અવાજ સંભળાય છે. જેમાં બંને કહી રહ્યા છે- ‘ક્યારેક સપના પૂરા કરવા માટે બે લોકોની જરૂર પડે છે.’

આ ફિલ્મની જાહેરાત કરતા કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું – ‘એક સપનું બે દિલે જોયું. પ્રસ્તુત છે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’. ડાયરેક્ટર શરણ શર્મા ફરી એકવાર તમારી સામે બે દિલની વાર્તા લાવી રહ્યા છે. રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. 7 ઓક્ટોબર 2022ના રોજ તમને સિનેમાઘરોમાં મળીશું. કરણ જોહર સિવાય આ વીડિયો રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. કરણ જોહરના કેપ્શનને જોઈને કહી શકાય કે આ ફિલ્મની વાર્તા લવસ્ટોરી પર આધારિત હશે.

જ્હાનવી કપૂર દોસ્તાના 2માં જોવા મળશે. આ સિવાય તેના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જ્હાનવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું અને કેપ્શન લખ્યું, એક સપનાની પાછળ બે દિલની સફર થવાની છે. જ્યારે, રાજકુમાર રાવે પોસ્ટ શેર કરતા લખ્યું, કેટલીકવાર તમે એકલા સપનું પૂરું નથી કરી શકતા. જ્હાનવી કપૂર જેવી પાર્ટનર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. આ ફિલ્મનું ડાયરેક્શન શરણ શર્માએ કર્યું છે. અગાઉ પણ રાજકુમાર રાવે સ્પોર્ટ્સ પર્સનની ભૂમિકા ભજવી.