પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોલ સેન્ટર્સનો ઉપયોગ કરીને અમેરિકામાં વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતાં મેઇલ એન્ડ વાયર ફ્રોડ બદલ 22 વર્ષના ઇન્ડિયન અમેરિકન યુવકને 51 મહિનાની જેલ સજા કરવામાં આવી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.

ઇસ્ટર્ન ડિસ્ટ્રિસ્ટ ઓફ વર્જિનિયાના અમેરિકન એટર્ની ઓફિસના નિવેદનમાં જણાવાયું છે કે દક્ષિણ કેરોલિનાના જીલ પટેલ ફેબ્રુઆરી 2020થી જૂન 2020 સુધી આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના કાવતરામાં સામેલ હતો અને ભારતમાં કોલ સેન્ટરનો ઉપયોગ કરીને વડીલોને નિશાન બનાવ્યા હતા.

કોર્ટ ડોક્યુમેન્ટ અનુસાર આ કોલ સેન્ટરો સ્વયંસંચાલિત ‘રોબોકોલ્સ’નો ઉપયોગ કરીને પીડિતોનો સંપર્ક કરતા હતા. આ સ્વયંસંચાલિત કોલને રિસિવ કરનારાઓમાં તાકીદના ધોરણે મદદરૂપ થવાની ભાવના જાગૃત કરવા માટે રેકોર્ડ કરવામાં આવતા હતા પીડિતો સાથે પ્રારંભિક સંપર્ક કર્યા બાદ નજીકના જાણીતા કાવતરાખોરો એફબીઆઈ કે ડીઈએ એજન્ટ જેવા સરકારી અધિકારીઓનો ઢોંગ રચતા હતા. આ ક્લોઝર્સ પીડિતોને ષડયંત્રના ભાગરૂપે નિયંત્રિત બેંક ખાતાઓમાં વાયરિંગ ફંડ કે રોકડના પાર્સલ મોકલવા માટે એવા સરનામે લઈ જતાં જેના સુધી કાવતરાખોરોની પહોંચ હોય છે.

આ કાવતરા માટે કામ કરતા કુરિયરોએ પીડિતો પાસેથી પડાવેલા નાણા પાછા મેળવી લેતા હતા. તેમાંથી એક ભાગ પોતે રાખી લેતા હતા જ્યારે બીજો હિસ્સો ભારતમાં આવેલા કોલ સેન્ટર ઓપરેટરોને મોકલી આપતા હતા. જિલ એક કુરિયર હતો જેણે ભાવિનકુમાર સની પટેલ માટે કામ કર્યું હતું, જેની પર વર્જિનિયાના પૂર્વીય જિલ્લા દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી. રિચમન્ડના 28 વર્ષીય પટેલે ઘણા રાજ્યોમાં કુરિયર્સનો સેલ ચલાવ્યો હતો જે 120 થી વધુ પીડિતોને 3 મિલિયન ડૉલરથી વધુની નુકસાન માટે જવાબદાર હતો. એપ્રિલ 2022માં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જીલે પટેલ માટે કામ કર્યું તે ચાર મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન, પ્રતિવાદીએ કુલ 485,020 ડોલરના વાસ્તવિક નુકસાન સાથે 10 અલગ-અલગ પીડિતો પાસેથી 14 પેકેજની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

LEAVE A REPLY

four × 4 =