(Photo by Vittorio Zunino Celotto/Getty Images)

‘ગોલ્ડન રેશિયો ઑફ બ્યુટી’ નામની પ્રાચીન ગ્રીક તકનીકનો ઉપયોગ કરીને યુકેના એક વૈજ્ઞાનિકે જાહેર કરેલી વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં બ્રિટિશ અભિનેત્રી જોડી કોમરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. દીપિકા પાદુકોણ વિશ્વની દસ સૌથી સુંદર મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય બની છે. આ યાદીમાં કિમ કાર્દાશિયન, બેલા હેડિડ, બેયોન્સ અને એરિયાના ગ્રાન્ડે જેવા જાણીતા નામો પણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓ તરીકે છે.

ગોલ્ડર રેશિયો ઓફ બ્યૂટી સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાતી પ્રાચીન ગ્રીક ટેકનિકમાં ચહેરાનું માપ લેવામાં આવે છે. ખાસ કરીને નાક અને હોઠના આકાર અને સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવતું છે. નાકની પહોળાઇ અને લંબાઇ તેમજ હોઠ અને આંખના આકારનું પણ માપ લઇને તેના આધારે નિર્ણય લેવામાં આવતો હોય છે.

યૂકેના એક પ્લાસ્ટિક સર્જન ડો. જિલુઅમ ડી સિલ્વાએ તાજેતરમાં જોડી કોમહને વિશ્વની સૌથી પરિપૂર્ણ સુંદર સ્ત્રી ગણાવી હતી. તેણે નાક અને હોઠ સાથે ૯૮.૭ ટકા સ્કોર મેળવ્યો હતો. જોડીના નાકની લંબાઇ અને પહોળાઇએ વધુ સ્કોર મેળવ્યો હતો. તેના આંખ અને હોઠના આકાર પણ સુંદરતાની વ્યાખ્યા અનુસાર એકદમ પરફેક્ટ હતા.

દીપિકા પાદુકોણ ૯૧.૨૨ ટકા સાથે આ યાદીમાં નવમા ક્રમાંકે આવી છે. આ યાદીમાં બીજો ક્રમ જેન્ડાયા અને ત્રીજો ક્રમ બેલા હેડિડને આપવામાં આવ્યો છે. ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટિક એક ગાણિતિક ફોર્મ્યૂલા છે. જેમાં શારીરિક પરિપૂર્ણતા નક્કી કરવા માટે વિવિધ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

13 + 6 =