(ANI Photo)

બોલીવૂડના ઘણા ફિલ્મકારોએ નવા ડિજિટલ મીડિયાને પોતાની કારકિર્દી માટે સ્વીકારી લીધું છે. ઘણા નિર્માતાઓ ફિલ્મોને પડતી મુકીને ખાસ ઓટીટી માટે ફિલ્મો બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં જોન અબ્રાહમે તેનાથી વિપરીત જાહેરાત કરી છે કે પોતે ખાસ ઓટીટી માટે જ બની હોય તેવી ફિલ્મ કે પછી વેબસીરિઝમાં ક્યારેય કામ નહીં કરે.
અબ્રાહમે કહ્યું હતું કે, હું મોટા પડદાનો કલાકાર છં. હું 299 કે 400 રૂપિયા ભાડાંમાં લોકોના ડ્રોઈંગ રુમમાં ટીવી પર અવેલેબલ રહું એવી સ્થિતિ મારે નથી સર્જવી. મને એ સ્થિતિ સામે વાંધો છે.

તેણે કહ્યું હતું કે હું મોટા પડદા માટે સર્જાયો છે અને ત્યાં જ એક્ટિંગ કરવાનું જાળવી રાખીશ. કોઈ ટેબ્લેટ પર મારી ઓટીટી ફિલ્મ જોઈ રહ્યું હોય અને અચાનક વોશરુમ જેવી કોઈ ઈમરજન્સીમાં એ શટડાઊન કરીને ચાલવા માંડે એ સ્થિતિ મારા માટે અસહ્ય હશે.

જોકે, જોને જણાવ્યું હતું કે, તેને એક ફિલ્મ સર્જક તરીકે ઓટીટી માધ્યમ માટે કોઈ ધિક્કાર પણ નથી. તે ડિજિટલ સ્પેસ માટે ફિલ્મો કે અન્ય શો બનાવવાનું ચાલુ રાખશે. પરંતુ, એક એક્ટર તરીકે તે હંમેશાં ડિજિટલ માધ્યમથી અંતર જાળવી રાખશે.જોકે, જોનની છેલ્લી બંને ફિલ્મો- સત્યમેવ જયતે ટૂ અને એટેક બોક્સઓફિસ પર બહુ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. હવે જોનને દીપિકા અને શાહરુખ સાથેની પઠાણ ફિલ્મ માટે બહુ આશા છે