લોર્ડ જસ્ટિસ રબિન્દર સિંહ કેસી (તસવીર judiciary.uk)

જ્યુડીશીયલ બુલીઇંગ, બેદરકારી અને શારીરિક હુમલો કરાયા બાદ જેમને વળતર પેટે £50,000ની ઓફર કરવામાં આવી છે તેવા જજ કલ્યાણી કૌલ, કેસીએ દાવો કર્યો હતો કે લોર્ડ જસ્ટિસ રબિન્દર સિંહ કેસી (તસવીરમાં) સહિત વરિષ્ઠ જજો અને કોર્ટ સ્ટાફ તેણીને ટેકો આપવામાં નિષ્ફળ ગયા હતા અને તેણીનુ બુલીઇંગ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના સાથીદારો પાસેથી માફી માંગવાને પાત્ર છે.

ધ મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ અને જ્યુડીશીયરીએ ગયા મહિને જજ કલ્યાણી કૌલ કેસીને વળતર રૂપે £50,000 ચૂકવવાની ઓફર કર્યા બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે વળતરની ઓફરનો અર્થ જવાબદારી સ્વીકારવાનો નથી.

62 વર્ષીય કેલી કૌલે કૌલે આરોપ મૂક્યો હતો કે ‘’લંડનની સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટના રેસીડેન્ટ જજ ડેવિડ રેડફોર્ડે મારો હાથ પકડી લીધો હતો અને મને કોરિડોર તરફ ખેંચી ગયા હતા તથા તેમની આંગળીઓ હાથ પર દબાવતા તે ભાગ લાલ થઇ ગયો હતો. કોર્ટ ઓફ અપીલ પર બેઠેલા લોર્ડ જસ્ટિસ રબિન્દર સિંહ, કેસી સહિતના વરિષ્ઠ જજોએ મને સમર્થન આપ્યું નથી. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં 2015માં ટ્રાયલ દરમિયાન “અનાદરપૂર્ણ, અવિચારી, અવ્યાવસાયિક અને અસંસ્કારી” બેરિસ્ટર વિશે ફરિયાદો ઉઠાવ્યા પછી અન્ય લોકોએ મારી સાથે બુલિઇંગ કર્યું હતું.’’

તેણીએ ધ મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ, જસ્ટીસ સેક્રેટરી અને લોર્ડ ચિફ જસ્ટીસ સામે દાવો માંડ્યો હતો અને હાઇકોર્ટની સુનાવણીના એક મહિના પહેલા વળતરની ઓફર કરવામાં આવી હતી.

2019માં જ્યુડીશીયરીને વ્હિસલબ્લોઇંગ માટે રક્ષણ આપનાર સુપ્રીમ કોર્ટની સીમાચિહ્નરૂપ અપીલ જીતનાર નિવૃત્ત જજ ક્લેર ગિલહેમે ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે ‘’કૌલની કોઈપણ માફી અન્ય જજીસને આશ્વાસન આપશે કે સાંભળવા માટે કાન છે અને નુકસાન થયું છે તે સ્વીકારવાની ક્ષમતા છે. તેણીની માફી “માત્ર ખેદની આવકાર્ય વ્યક્તિગત અભિવ્યક્તિ જ નહીં પરંતુ આ મુદ્દાઓને દૂર કરવામાં ઉપયોગી શરૂઆત હશે. ન્યાયતંત્ર ભૂતકાળના મુકદ્દમામાંથી પાઠ શીખવામાં નિષ્ફળ ગયું છે.”

GMB યુનિયનના વરિષ્ઠ આયોજક સ્ટુઅર્ટ ફેગને કહ્યું હતું કે ‘’માફી એ નિષ્ફળતાઓને સુધારવા માટેના માર્ગ પરનું પ્રથમ પગલું હોવું જોઈએ. હું આશા રાખું છું કે જ્યુડીશીયરી જેવા પરિપક્વ એમ્પ્લોયર જ્યાં ખામીઓ રહી છે તેને ઓળખશે અને તેને સુધારવાનો પ્રયાસ કરવા વાજબી પગલાં લેશે.”

LEAVE A REPLY

two × four =