Photo: Tweeter-VivekTrivedi

BMA ની જુનિયર ડોક્ટર્સ કમિટીના ડેપ્યુટી કો-ચેર ડૉ. સુમી મણિરાજને જણાવ્યું હતું કે ‘’કોઈના જીવને જોખમમાં મૂકશે નહીં તેની ખાતરી આપી શકતી નથી પરંતુ દર અઠવાડિયે 500 દર્દીઓ સારવારની રાહ જોતા મૃત્યુ પામે છે.’’

BMA જુનિયર ડૉક્ટર કમિટીના સહ-અધ્યક્ષ ડૉ. વિવેક ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આ હડતાલ શરૂ થવાના ઘણા સમય પહેલા અમે આ વિવાદના સમાધાન માટે વાટાઘાટો કરવા હેલ્થ સેક્રેટરીનો દરવાજો ખટખટાવતા હતા. અમે ઓક્ટોબરથી આ ઔપચારિક વિવાદમાં છીએ. પણ અમે હડતાળ પાડવાનો નિર્ણય ન લીધો ત્યાં સુધી તેમણે જવાબ આપવાનો અને અમને મળવાનો ઇનકાર કર્યો હતો. તેમની પાસે વિશ્વાસપાત્ર ઑફર ટેબલ પર મૂકવા અને હડતાળ ટાળવા માટે મહિનાઓ હતા. તેમને વિવાદનો અંત લાવવાની દરેક તક મળી છે. જો સરકાર વાટાઘાટો નહીં કરે તો BMA ‘વધુ હડતાળનો અધિકાર અનામત રાખે છે.’’

BMA કાઉન્સિલના ડેપ્યુટી ચેર ડૉ. એમ્મા રનવિકે ચેતવણી આપી હતી કે ‘’તબીબો વિદેશમાં સારા પગાર, નિયમો અને શરતો માટે કામ કરવા માટે NHS છોડી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ જતા હોય છે’.

LEAVE A REPLY

eight − two =