Shri Kadwa Patidar Samaj (Harrow) presented a check for £10,150 to Cancer Research UK

શ્રી કડવા પાટીદાર સમાજ (હેરો) દ્વારા સમાજની મ્યુઝિકલ ચેરિટી ઈવેન્ટમાં એકત્ર કરાયેલ ફંડનો £10,150નો ચેક સમાજના પ્રમુખ રજનીભાઈ કણસાગરા દ્વારા KPS દિવાળી મહોત્સવના કાર્યક્રમમાં કેન્સર રિસર્ચ યુકેના વિજય તન્નાને અર્પણ કરવામાં આવ્યો હતો. ચેરિટી કાર્યક્રમમાં ઉપસ્થિત 450થી વધુ લોકોએ સ્વ. લતા મંગેશકરને શ્રધ્ધાંજલિ આપી હતી અને અનુરાધા એન્ડ સ્ટ્રીંગ્સ દ્વારા રજૂ કરાયેલા લતાજીના ગીતો અને સંગીતનો લાભ લીધો હતો.

આ ચેરિટી કાર્યક્રમનું આયોજન નિલેશ ચાંગેલા અને રાગિણી તાજપરા દ્વારા કિરીટ ત્રાંબડિયા અને નિલેશ કાલાવડિયાના સહકારથી કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી સંસ્થાના પ્રમુખ રજનીભાઈ, મધ્યમાં નિલેશ ચાંગેલા અને કેન્સર રિસર્ચ યુકેના વિજય તન્ના નજરે પડે છે.

LEAVE A REPLY