અજય દેવગણે વેબ સીરીઝ રુદ્ર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કર્યું છે. હવે તેની પત્ની કાજોલ પણ આ નવા ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી છે. જોકે ગત વર્ષે તેની એક ફિલ્મ આ પ્લેટફોર્મ પર આવી ચુકી છે, પરંતુ હવે તે વેબસીરીઝમાં કામ કરીને નવી ઇનિંગની શરૂઆત કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કાજોલે ધ ફેમિલી મેન ટુથી જાણીતી થયેલી સુપર્ણ વર્માના એક પ્રોજેકટમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે આ પ્રોજેક્ટ સાઇન કર્યો છે. આ વેબસીરીઝમાં એક મજબૂત મનોબળ ધરાવતી મહિલાના પાત્ર માટે નિર્માતા-દિગ્દર્શકને કાજોલ જ યોગ્ય લાગી હતી. તેને પણ આ પાત્ર પસંદ પડયું હોવાથી તે કામ કરવા તૈયાર થઇ ગઇ છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હવે થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કાજોલ આ વેબસીરીઝમાં એક આધુનિક માતાની ભૂમિકામાં જોવા મળશે. તેની કથામાં ક્રાઇમ, પોલિટિક્સ અને ફેમિલી જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.