સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા (સેન્ટ્રલ), ચંદન પ્રભાકર (રાઇટ) અને કિકુ શારદા (લેફ્ટ) (ફાઇલ ફોટો (Photo by NARINDER NANU/AFP via Getty Images)

કોમેડિયન કપિલ શર્મા તાજેતરમાં એરપોર્ટ પર વ્હીલચેર પર જોવા મળ્યો હતો. આ અંગે કપિલને ફોટોગ્રાફર્સે પૂછ્યું તો તે તેમના પર ભડક્યો હતો. કપિલ શર્મા વ્હીલચેર કેમ હતો, તે અંગે ચર્ચા જાગી છે. જો કે, હવે પોતે કપિલ જ આ અંગે સ્પષ્ટતા કરી છે. સ્પોટબોય સાથે વાતચીતમાં કપિલે કહ્યું કે, હું સારો છું. જીમમાં થોડીક બેક ઇન્જરી થઇ હતી. થોડાક દિવસોમાં તે સારું થઇ જશે. તમારી ચિંતા બદલ આભાર. કપિલ શર્મા જ્યારે એરપોર્ટ પર વ્હીલચેર પર જોવા મળતાં ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેને આ અંગે પૂછ્યું હતું. આ જોતાં કપિલ ગુસ્સે ભરાયો હતો અને ફોટોગ્રાફર્સને કહ્યું હતું કે, પાછળ ખસો તમે બધા લોકો. જે બાદ ફોટોગ્રાફર્સ કહે છે, ઓકે સર. થેંક્યુ સર. જે બાદ ગુસ્સામાં કપિલ કહે છે, ઉલ્લુ કે પટ્ઠે. આ સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે, સર રેકોર્ડ થઇ ગયું છે.

આથી કપિલે કહ્યું કે, હા રેકોર્ડ કરી લો. તમે ગેરવર્તન કરો છો. જ્યારે ફોટોગ્રાફર્સ કહે છે કે, સર તમે રિક્વેસ્ટ કરી હોત તો અમે ખસી જાત. સોશિયલ મીડિયામાં કપિલનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો હતો. પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. તેનો શો બંધ છે.
કહેવાય છે કે, શો નવી સિઝન સાથે શરૂ થશે.