ફાઇલ ફોટો (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને રવિવાર, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે નવ વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરીના અને સૈફ અલીખાનના બીજા દીકરાનો જન્મ થયો હતો. 50 વર્ષના સૈફ અલી ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા ત્યાં પુત્રનો જન્મ થયો છે. કરિના અને બાળક સુરક્ષિત અને તંદુરસ્ત છે. શુભેચ્છકોનો ખૂબ ખૂબ આભાર.

ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફે ઓગસ્ટ 2020માં ણાવ્યું હતું કે, તેઓ બીજી વાર પેરેન્ટ્સ બનવાના છે. કપલ અગાઉ 2016માં પેરેન્ટ્સ બન્યું હતું. તેમનો દીકરો તૈમૂર હાલ 4 વર્ષનો છે. આ સાથે સૈફ ચોથીવાર પિતા બન્યો છે. સૈફને પહેલી પત્ની અમૃતા સિંહ દ્વારા બે બાળકો છે જેનું નામ સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે.
બીજા બાળકના જન્મ પહેલા જ સૈફ અને કરીના મોટા ઘરમાં રહેવા જતા રહ્યા હતા. આ નવા ઘરમાં લાઈબ્રેરી, ટેરેસ, સ્વિમિંગ પુલ, નવા બાળક માટે ખાસ નર્સરી અને તૈમૂરના રમવા માટે જગ્યા છે. બીજા બાળકના જન્મના બે-ત્રણ દિવસ પહેલા જ કરીનાના ઘરે વિવિધ ગિફ્ટ્સ આવવા લાગી હતી.