જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાયા પછી હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકવામાં આવી છે.