Starmer thanks Asians for making Britain better
(Photo by Stefan Rousseau - WPA Pool/Getty Images)

સાઉથ એશિયન સમુદાયો માટે વધુ કરવાનું વચન આપતા લેબર નેતા

  • એક્સક્લુસિવ
  • બાર્ની ચૌધરી

લેબર નેતા સર કેર સ્ટાર્મરે ગરવી ગુજરાતને આપેલા એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે  ‘’લેબર પાર્ટી સાઉથ એશિયન્સના મતોને નજરઅંદાજ કરતું નથી અને સમુદાયો સાથે વિકસીત ભાગીદાર તરીકે કામ કરવા માંગે છે. અમારો પક્ષ સાઉથ એશિયાના લોકોને મળવા માંગે છે અને ચર્ચા કરવા માંગે છે કે કેવી રીતે લેબર તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે.’’

દેશના પ્રથમ બિન-શ્વેત વડા પ્રધાન ઋષિ સુનકની વરણી પહેલા થયેલ મુલાકાતમાં લેબર નેતાએ જણાવ્યું હતું કે “મારા નેતૃત્વ હેઠળ લેબર પાર્ટી બદલાઈ ગઈ છે. અમે બિઝનેસ તરફી છીએ. દેશ માટે અમારું મિશન યોગ્ય મિશન છે, અને અમે તેને પહોંચાડવામાં બિઝનેસીસ સાથે ભાગીદારી કરી શકીએ છીએ. મને લાગે છે કે એવી ધારણા હતી કે લેબર અને આપણા કેટલાક એશિયન સમુદાયો વચ્ચે અંતર છે, અને હું આ અંતરને સંલગ્ન કરીને બંધ કરવા માંગુ છું.”

સાઉથ એશિયન ડાયસ્પોરાની પ્રશંસા કરી લેબર નેતાએ બિઝનેસીસને મદદ કરવાનું વચન આપતાં સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’ઘણા બિઝનેસીસ કહે છે કે જીવવા માટે અમને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડની જરૂર છે. જો અમારી પાસે બિઝનેસ રેટ્સ હોય, જે આધુનિક વિશ્વમાં સારી રીતે કામ કરતા નથી તો અમે તે કરી શકતા નથી. તે પ્રથમ બાબત છે. બીજી બાબત એ છે કે લેબર ભાગીદારીના મોડેલનું નિર્માણ કરી રહી છે, જે બિઝનેસીસ માટે ખરેખર મહત્વપૂર્ણ છે. પછી EU સાથે વેપાર થાય છે, ઘણા એશિયન બિઝનેસીસ નિકાસકારો યુરોપમાં સારી રીતે નિકાસ કરવા સક્ષમ બનવા માંગે છે.’’

તેમણે કહ્યું હતું કે ‘’એશિયનોનું યોગદાન માત્ર આર્થિક યોગદાન નથી, તે વિવિધતા વિશે છે, તે સાંસ્કૃતિક યોગદાન વિશે છે, પરંતુ એક વિશાળ આર્થિક યોગદાન છે. અહીંનો એશિયન ડાયસ્પોરા દર વર્ષે આપણી અર્થવ્યવસ્થામાં £37 બિલિયનનું યોગદાન આપે છે, તે ઘણું મોટું છે. તેથી, મારા માટે તે સ્વીકારવું અને ખરેખર તેના માટે આભાર કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઉદ્યોગપતિઓ જોખમ લે છે, ઘણી વખત તેમના પોતાના પૈસાથી તેમના બિઝનેસીસનું નિર્માણ કરે છે, અને સ્ટાફ અને કર્મચારીઓની ફોજ ઉભી કરે છે.”

યુકેમાં સાઉથ એશિયન ડાયસ્પોરાના વરિષ્ઠ નેતાઓના ટોચની 100 FTSE કંપનીઓમાં અભાવ અંગે લેબર લીડર સંમત થયા હતા અને સંસ્થાઓએ સાઉથ એશિયન પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વધુ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.

સ્ટાર્મરે કહ્યું હતું કે “આપણે તેને બદલવાની જરૂર છે. લેબર પાર્ટીમાં, હવે અમારી પાસે સૌથી વધુ વૈવિધ્યસભર સંસદીય લેબર પાર્ટી અને વૈવિધ્યસભર શેડો કેબિનેટ છે. અમારી પાસે ભવિષ્ય માટે ઉમેદવારો છે તેની ખાતરી કરવા માટે અમે એશિયન સમુદાયો સહિત સમુદાયોના તમામ ભાગોને આકર્ષિત કરીએ છીએ અને તેની ખાતરી કરવા માટે અમારી પાસે ભાવિ ઉમેદવારો માટેનો કાર્યક્રમ છે. મેં અગાઉ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વડા તરીકે કામ કર્યું હતું અને તે પાંચ વર્ષની સૌથી ગર્વની બાબત એ છે કે અમે ઘણા અગ્રણી એશિયનો સહિત ખૂબ જ વૈવિધ્યસભર નેતૃત્વ ટીમને વરિષ્ઠ સ્તર સુધી ખેંચી લીધી છે. વિવિધતા વિશેનો દરેક શબ્દ ક્રિયાઓ દ્વારા મેળ ખાતો હોવો જોઈએ. અમે બદલાવ લાવી શકીએ છીએ અને હું જોઈ શકું છું કે મારું ભવિષ્ય ક્યાં છે.’’

સર કેરે કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં લેબર દક્ષિણ એશિયાના બિઝનેસ લીડર્સ સાથે જોડાઈ રહ્યું છે.

 

LEAVE A REPLY

4 × 1 =