Another video of Kejriwal's minister from Tihar Jail
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 30મે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના કેબિનેટ પ્રધાન સત્યેન્દર જૈનની ધરપકડ કરી હતી.(ANI Photo)

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 30મે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના કેબિનેટ પ્રધાન સત્યેન્દર જૈનની ધરપકડ કરી હતી.. આમ આદમી પાર્ટીએ તેને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ એક  રાજકીય કિન્નાખોરીપૂર્ણ પગલું ગણાવ્યું છે. ઇડીએ લાંબી પૂછપરછ બાદ પીએમએલએની કલમો હેઠળ તેમની ધરપકડ કરી હતી. ઇડીનો આક્ષેપ હતો કે જૈન તેમની પૂછપરછમાં સહકાર આપતા નહોતા. તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે.

હવાલા ડીલિંગ્સ સાથે સંલગ્ન બાબતોમાં જૈનની ધરપકડ કરાઇ છે. જૈનની ધરપકડની આકરી પ્રતિક્રિયા આપતાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આઠ વર્ષ જૂના એક બનાવટી કેસમાં તેમની ધરપકડ કરાઇ છે. ૫૭ વર્ષીય જૈન દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં આરોગ્ય, ઉદ્યોગ, વીજળી, ગૃહ, શહેરી વિકાસ પ્રધાન છે. ઇડીએ ગત મહિને જણાવ્યું હતું કે જૈન સામે તપાસના ભાગરૂપે ૪.૮૧ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી.