બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડકશને એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ‘ગોવિંદા નામ મેરા’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ ગોવિંદા વાઘમારેનો  રોલ કરશે, જ્યારે ભૂમિ પેડણેકર ગોવિંદાની હોટ વાઇફના પાત્રમાં અને કિયારા અડવાણી ગોવિંદાની નોટી ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યું છે.

કરણ જોહરે વિક્કી કૌશલના પાત્રના પોસ્ટરને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ગોવિંદા વાઘમારેને મળો. તેનું દિલ ગોલ્ડનું છે અને ડાન્સ મૂવ બોલ્ડ છે. હાજર છે ગોવિંદા નામ મેરા, જ્યાં અસીમિત હાસ્ય અને ભરપૂર અસમંજસ હશે. આ ફિલ્મને આવતા વર્ષે જુન મહિનામાં રિલીઝ કરવામાં આવશે. કરણ જોહરે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણીનું પણ પ્રથમ લૂક સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. આ ફિલ્મનું ડાયરેક્શન શશાંક ખેતાન કરશે.