બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન (Getty Images)

મહારાણીના મૃત્યુની જાણ થતાં પ્રિન્સ હેરી એકલા સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ પહોંચ્યા હતા. કહેવાય છે કે કિંગ ચાર્લ્સે હેરીને કહ્યું હતું કે મેગન માટે આ દુઃખની ઘડીમાં આવવું યોગ્ય નથી. જો કે મોટા ભાઈ પ્રિન્સ વિલિયમની પત્ની કેટ પણ બાલમોરલ ગયા નહતા.

સનના અહેવાલ મુજબ બાલમોરલ જવા માટે પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ એન્ડ્રયુ, પ્રિન્સ એડવર્ડ અને તેમની પત્ની સોફી એક જ કારમાં સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને પ્લેનમાં પણ સાથે જ ગયા હતા. કહેવાય છે કે પ્રિન્સ હેરીને એક જ પ્લેનમાં સાથે બેસવાની પણ ના પાડી દેવાઇ હતી. તે પછી હેરી પ્રાઈવેટ જેટ દ્વારા બાલમોરલ ગયા હતા અને કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા લંડન પરત થયા હતા.

પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન માર્કલ 9 જાન્યુઆરી 2020ના રોજ શાહી પરિવારથી છૂટા પડ્યા બાદ તેમણે ખૂબ જ વિવાદોને જન્મ આપ્યો છે.

LEAVE A REPLY

one × three =