સસ્ટેઇનીબીલીટી થીમના ભાગ રૂપે કિંગ ચાર્લ્સ III પોતાના ઐતિહાસિક રાજ્યાભિષેક વખતે તેમના 86 વર્ષ પહેલા દાદા જ્યોર્જ VI દ્વારા ઉપયોગમાં લેવાયેલી રોયલ કલેક્શનની એસ્ટેટ ચેર્સ અને સિંહાસનોને થોડાઘણાં સુધારા કરીને વાપરી હતી.

શાહી પરંપરા મુજબ રાજ્યાભિષેક વખતે તાજ પહેરાવતી વખતે સેન્ટ એડવર્ડની ખુરશી અથવા રાજ્યાભિષેકની ખુરશી ઉપરાંત, રાજા અને રાણી કેમિલાને રીલીજીયસ સર્વિસ વખતે જુદા જુદા તબક્કે સોરીમોનિયલ ચેર અને સિંહાસનો પર બેસાડવામાં આવ્યા હતા. 12 મે, 1937ના રોજ કિંગ જ્યોર્જ VI અને ક્વીન એલિઝાબેથ માટે સિંહાસન અને થ્રોન ચેર બનાવવામાં આવી હતી.

શનિવારે ઉપયોગમાં લેવાયેલા ‘ધ ચેર્સ ઓફ ધ એસ્ટેટ’ ક્વીન એલિઝાબેથ II ના રાજ્યાભિષેક માટે લંડનની ફર્મ વ્હાઇટ, એલોમ અને કંપની દ્વારા 1953માં બનાવાઇ હતી. તો સેન્ટ્રલ સેન્ટ એડવર્ડ ચેર, બાલ્ટિક ઓકમાંથી 700 વર્ષ પહેલાં બનાવાઇ હતી અને તેનો કિંગ એડવર્ડ II નો રાજ્યાભિષેક માટે પ્રથમ વખત ઉપયોગ કરાયો હતો. કિંગ ચાર્લ્સ રાજ્યાભિષેક વખતે તે ચેર પર બેઠા હતા.

કિંગ ચાર્લ્સ અને કેમિલાએ શનિવારે અંદાજે બે કલાક સુધી ચાલનારા ધાર્મિક સમારોહનું નેતૃત્વ કર્યું હતું અને તેમને તાજ પહેરાવાયો તે પહેલા તેઓ આ અલગ-અલગ ચેર્સ પર બેઠા હતા.

આ ઉપરાંત રોયલ હાઉસહોલ્ડ, રોયલ વોરંટ હોલ્ડર ફર્નિચર નિર્માતા N.E.J સ્ટીફન્સન અને પ્રિન્સ ફાઉન્ડેશનના સહયોગથી 100 કોંગ્રેગેશન ચેર્સ બનાવાઇ હતી જેની રાજ્યાભિષેક પછી હરાજી કરી તેની આવક ચેરિટીમાં દાન કરાશે.

LEAVE A REPLY

1 × five =