સોમવારે કોરોનેશન બેંક હોલીડેના રોજ મોટી સંખ્યામાં ફેઇથ કોમ્યુનિટીઝ અને ગ્રુપ્સ બિગ હેલ્પ આઉટ કાર્યક્રમમાં જોડાયા હતા અને સ્વયંસેવી પ્રવૃત્તિઓમાં ધાર્મિક સમુદાયો અને કાર્યકરોએ નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. આ માટે સમગ્ર દેશમાં ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી, હિંદુ, શીખ અને અન્ય સમુદાયોએ ભાગ લીધો હતો. પ્રિન્સેસ રોયલ અને વાઇસ એડમિરલ સર ટીમોથી લોરેન્સે ગ્લોસ્ટર કેથેડ્રલ ખાતે એક વિશેષ સેવામાં હાજરી આપી સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

દરમિયાન, ડ્યુક અને ડચેસ ઓફ ગ્લોસ્ટરે કેન્સિંગ્ટનમાં સેન્ટ માર્કસ કોપ્ટિક ઓર્થોડોક્સ ચર્ચ ખાતે કોરોનેશન સ્ટ્રીટ પાર્ટીમાં હાજરી આપી હતી. રોયલ્સ ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી, હિંદુ, શીખ અને બૌદ્ધ સમુદાયોના વિશ્વાસ નેતાઓના જૂથને મળ્યા હતા.

હિંદુ સ્વયંસેવક સંઘ યુકે આઉટરીચ ટીમના હર્ષાબેન જાનીએ કહ્યું હતું કે “આજે એક અદ્ભુત દિવસ છે અને સમગ્ર દેશમાં સંસ્કાર, સેવા અને સંગઠનના આપણા સહિયારા સિદ્ધાંતોને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો સાથે ઘણા બધા એચએસએસ (યુકે) સ્વયંસેવકો ભાગ લઇ રહ્યા છે. દેશભરમાંથી નવ શાખાઓના 132 સહભાગીઓએ 11 વિવિધ સમુદાયોને મદદ કરી છે.”

LEAVE A REPLY

3 × 5 =