લોર્ડ જીતેશ ગઢિયાએ ગરવી ગુજરાતને વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો રાજાના આદર્શ ગુણો અને સદ્ગુણો વિશેના વર્ણનોથી સમૃદ્ધ છે. કિંગ ચાર્લ્સે પણ રાજ્યાભિષેકમાં કહ્યું હતું કે “હું સેવા આપવા માટે નહિં પરંતુ સેવા કરવા આવ્યો છું”. નિઃસ્વાર્થ સેવાનો આ સુવર્ણ દોરો સમગ્ર પ્રસંગો દરમિયાન વણાયેલો રહ્યો હતો. અ પ્રસંગે તમામ ધર્મોનો સમાવેશ કરવા અને આધુનિક બ્રિટનની બહુસાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરવા માટે એક નક્કર પ્રયાસ કરાયો હતો. આ સર્વસમાવેશકતાનું પ્રથમ ઉદાહરણ બ્રિટિશ ભારતીય વડા પ્રધાને હિંદુ હોવા છતાં બાઇબલમાંથી એક સંપૂર્ણપણે દોષરહિત ફકરો વાંચ્યો હતો.’’

લોર્ડ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’મહામહિમ રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેકમાં હાજરી આપવી અને ઇતિહાસનો ભાગ બનવું એ એક મોટું સન્માન અને વિશેષાધિકાર હતું. હું બુધવારે બકિંગહામ પેલેસમાં યોજાયેલી ગાર્ડન પાર્ટીમાં હાજરી આપવા માટે નસીબદાર હતો. કિંગ ચાર્લ્સે ઘણા હેતુઓ અને વૈશ્વિક સંબંધોને આગળ વધાર્યા છે. તેમનું ભારત અને વિશાળ ઉપ-મહાદ્વીપ સાથે ગાઢ અને કાયમી જોડાણ છે. તેમણે ભારતની 1975ની પ્રથમ મુલાકાત સાથે કુલ 9 સત્તાવાર યાત્રાઓ કરી છે. પ્રિન્સ ઑફ વેલ્સ તરીકે, તેમણે બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે હું સન્માનિત છું. તેથી મેં સાઉથ એશિયાના વિકાસ અને યુકેમાં ડાયસ્પોરા સમુદાયો સાથેના તેમના જોડાણ, જુસ્સો અને પ્રતિબદ્ધતા જોઈ છે. તો ડાયસ્પોરા સમુદાયોએ પણ તેમને  ઉત્સાહ સાથે પ્રતિસાદ આપ્યો છે. ભારતમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સલાહકાર બોર્ડના અધ્યક્ષ મુકેશ અંબાણીએ સારાંશ આપતાં કહ્યું છે કે “કિંગ ચાર્લ્સ લાંબા સમયથી વિશ્વભરના અબજો લોકોના હૃદયમાં રાજ્યાભિષેક રહ્યા છે”.

લોર્ડ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’રાજા ખાસ કરીને આસ્થા અને સમુદાયોની વિવિધતાને સામેલ કરીને તેને બહુસાંસ્કૃતિક બ્રિટનમાં સમાવેશ કરવા માટે ખૂબ જ સ્પષ્ટ અને સંકલ્પબદ્ધ હતા અને આ સમારંભમં પોતાનો સ્ટેમ્પ અને હોલમાર્ક મૂકવા માંગતા હશે. આ રાજ્યાભિષેક વિધિ, વિકેન્ડના તમામ કાર્યક્રર્મો અને સંદેશ કાર્યક્રમ મને ખૂબ જ શક્તિશાળી લાગ્યા હતા.’’

લોર્ડ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’ઉમદા ગુણો શું બનાવે છે તે વિશે ઘણી ચર્ચાઓ થાય છે. સ્વ. રાણીએ ફરજનું પ્રતીક ધારણ કર્યું હતું તો તેમના પુત્ર ચાર્લ્સે સેવાનો ભેખ લીધો છે અને તેમના વારસદાર, પ્રિન્સ વિલિયમ સહાનુભૂતિના તમામ લક્ષણો ધરાવે છે. તેમના આ ઉમદા ગુણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા અલિખિત બંધારણમાં રાજ્યના વડાની ભૂમિકા, રાજાની ભૂમિકા લોકોને ઉચ્ચ હેતુ માટે પ્રેરિત કરવા, એકીકૃત બનાવવા માટે પ્રતીકાત્મક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તે સેવા જ આપણી લોકશાહીમાં લોકોને કંઈક આપે છે જે આપણને બધાને એક સાથે જોડે છે.’’

લોર્ડ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’મને ચોક્કસપણે લાગે છે કે આપણી રાજાશાહીમાં, આપણા અલિખિત બંધારણમાં રાજ્યના વડાની ભૂમિકા એકરૂપ તરીકે કાર્ય કરવાની છે. રાજા ખુદ પોતે યુકે એ સમુદાયોનો સમુદાય હોવાનો ઉલ્લેખ કરે છે અને તે જ યુકેના ઇતિહાસનો વારસો છે. આ જ કારણ છે કે આપણી પાસે કોમનવેલ્થ છે, જેને ઘણા દાયકાઓ સુધી ચેમ્પિયન કર્યું છે. માત્ર બ્રિટિશ એશિયન ટ્રસ્ટ જ નહીં, પરંતુ પ્રિન્સેસ ટ્રસ્ટ અને તેમણે હાથ ધરેલા અન્ય વિવિધ સેવા કાર્યો તેમના સદગુણો દર્શાવે છે.’’

LEAVE A REPLY

two × 3 =