Sir Starmer
Sir Keir Starmer, Labour Leader (Photo by Hollie Adams/Getty Images)

લગભગ અડધા બ્રિટનવાસીઓ માને છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મરે સત્તા માટે પોતાનું સ્પષ્ટ વિઝન નક્કી કર્યું નથી ત્યારે પક્ષની નેતાગીરી સાંળળવાની ત્રીજી વર્ષગાંઠ પ્રસંગે સર કેર સ્ટાર્મરે ડાઉનિંગ સ્ટ્રીટના સત્તારોહણ માટે “સંપૂર્ણપણે નિર્દય” બનવાનું વચન આપ્યું છે.

ધ ટાઈમ્સ દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં સ્ટાર્મરે દાવો કર્યો હતો કે “વધુ આગળ વધો, ઝડપથી આગળ વધો”ની વિનંતી કરનારાઓને અવગણીને તેમણે લેબર પાર્ટીને બદલી નાખી છે અને વડા પ્રધાન બનવાની રેસ માટે ખૂબ જ સ્પષ્ટ રીતે અંતિમ રેખા માટે તૈયારીઓ કરી રહ્યા છે. મેં હંમેશા મારા લેબર નેતૃત્વને ત્રણ તબક્કાના પ્રોજેક્ટ તરીકે જોયો છે. પ્રથમ તબક્કો – લેબર પાર્ટી બદલવાનો હતો. બીજો તબક્કો સરકાર શાસન કરવા માટે યોગ્ય ન હોવાનો ખુલાસો કરવાનો હતો. ત્રીજો તબક્કો હંમેશા ‘જો તેઓ નહીં, તો પછી આપણે શા માટે નહિં?’ તે હકારાત્મક રીતે દર્શાવવાનો હતો. જે મુજબ અમે અત્યારે ચાલીએ છીએ.”

જો કે, યુગોવ દ્વારા થયેલ મતદાન સૂચવે છે કે તેમની પાસે સરકાર બનાવવાની યોજના છે તેની લોકોને ખાતરી આપવા માટે સ્ટાર્મર પાસે હજુ પણ ઘણું કરવાનું બાકી છે. 31 ટકાએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં લેબર માટે સ્પષ્ટ વિઝન નક્કી કરવામાં સ્ટાર્મરે સારું કર્યું છે. પણ 47 ટકાએ કહ્યું હતું કે તેણે ખરાબ કર્યું છે. જો કે સપ્ટેમ્બર 2021ના યુગોવના મતદાન કરતા આ વખતનો પ્રતિભાવ તેમની તરફેણમાં હતો. 22 ટકા લોકોએ જણાવ્યું હતું કે સ્ટાર્મર લેબરના મહાન અથવા સારા નેતા છે જ્યારે 34 ટકાએ સરેરાશ નેતા ગણાવ્યા હતા. 30 ટકા લોકોએ કહ્યું હતું કે સ્ટાર્મરે લેબરને વધુ સારુ બનાવ્યું હતું, તો 10 ટકાએ ખરાબ બનાવ્યું હોવાનું અને 41 ટકાએ કહ્યું હતું કે કોઈ વાસ્તવિક તફાવત કર્યો નથી તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

two × 3 =