લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એજીંગ પોપ્યુલેશન ટીમ દ્વારા એસ્ટેટ અને ઇનહેરીટન્સ ટેક્સ પ્લાનિંગ અંગે વાર્તાલાપનું આયોજન તારીખ: 24 નવેમ્બર 2021ના રોજ રાત્રે 8થી 9.15 દરમિયાન (યુકે સમય) ઝૂમ પર કરવામાં આવ્યું છે.

LCNL એજિંગ પોપ્યુલેશન ફાઇનાન્સ સબકમિટીના અધ્યક્ષ અને હવે ટોપ 20 રેન્કમાં સામેલ વિજય ઠક્કર મુખ્ય વક્તા તરીકે સમજ અને પ્રશ્નોના ઉત્તર આપશે. તેઓ બ્લેકસ્ટોન ઓફ મોરેગેટના ડિરેક્ટર છે. ઝૂમ મીટિંગ ID: 861 6877 8236 અને પાસવર્ડ: AP2021 છે. આ કાર્યક્રમને એલસીએનએલ મહાજન ફેસબુક પેજ પર લાઈવ જોઇ શકાશે.

જો વિનંતી કરવામાં આવશે તો વિજયભાઇ ગુજરાતીમાં પણ પ્રશ્નોના જવાબો આપી શકશે. તમે ઈચ્છો તો તમારા પ્રશ્નો અગાઉથી [email protected] પર ઈમેલ કરવા વિનંતી. સેમિનાર દરમિયાન તમે ઝૂમ ચેટ અથવા ફેસબુક કોમેન્ટ પર પ્રશ્નો પૂછી શકશો.