Leicester Community Links asked for support to win National Lottery funding
Picture Courtesy iTV

આ વર્ષના ધ પીપલ્સ પ્રોજેક્ટ્સમાં £70,000 સુધીનું નેશનલ લોટરી ફંડિંગ જીતવા માટે પોતાની બિડને સમર્થન આપવા લેસ્ટર કોમ્યુનિટી લિંક્સ દ્વારા લેસ્ટરના સ્થાનિક લોકોને હાકલ કરવામાં આવી છે. આ માટે www.thepeoplesprojects.org.uk પર સોમવાર 15 મેના રોજ સવારના 9 વાગ્યાથી મતદાન શરૂ થશે. શુક્રવાર 26 મે 2023 ના રોજ બપોર પછી મતદાન બંધ થશે અને લોકો પ્રદેશ દીઠ માત્ર એક જ વાર મત આપી શકે છે. આ મત આપવા માટે ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબરની જરૂર પડશે. લેસ્ટર કોમ્યુનિટી લિંક્સ પ્રોજેક્ટ હાર્મનીની એક ફિલ્મ બુધવાર 17મી મેના રોજ ITV/UTV પર પ્રસારિત કરવામાં આવી હતી. જેમાં સંસ્થાનું અતુલ્ય કામ જોવા મળ્યું હતું.

લેસ્ટરમાં સ્થિત, લેસ્ટર કોમ્યુનિટી લિંક્સ એ ITV સેન્ટ્રલ પ્રદેશમાં લગભગ £250,000 ભંડોળના હિસ્સા માટે દોડમાં રહેલા પાંચ જૂથોમાંથી એક છે. જો તેઓ આ ગ્રાન્ટ મેળવવામાં સફળ થશે તો લેસ્ટર કોમ્યુનિટી લિંક્સ આ નાણાંનો ઉપયોગ તેની સેવાઓનો વિસ્તાર કરવા અને જેમને સુખાકારી માટે ખરેખર સમર્થનની જરૂર છે તેવા સમુદાયો માટે પ્રોજેક્ટ વિકસાવવા માટે કરશે.

દરેક પ્રદેશમાં, સૌથી વધુ જાહેર મત ધરાવતા ત્રણ પ્રોજેક્ટને £70,000 સુધીનું અનુદાન પ્રાપ્ત થશે. આ ભંડોળ ખાસ કરીને આ મુશ્કેલ સમયમાં લોકોના જીવનમાં વાસ્તવિક ફેરફાર કરવામાં મદદ કરશે. દરેક પ્રદેશમાં રનર્સ અપને તેમના પ્રોજેક્ટ માટે £10,000 સુધીની ઓફર કરવામાં આવશે.

લેસ્ટર કોમ્યુનિટી લિન્ક્સના સીઈઓ તરુણા મિસ્ત્રીએ કહ્યું હતું કે “પીપલ્સ પ્રોજેક્ટ્સે અમને અમારા કાર્ય માટે જાગૃતિ અને સમર્થન વધારવાની અને તમારી સહાયથી, આ વધારાના અતિ-જરૂરી ભંડોળને સુરક્ષિત કરવાની અદભૂત તક આપી છે. અમને હવે સ્થાનિક લોકોની જરૂર છે કે તેઓ અમને ટેકો દર્શાવે અને મત આપે.”

LEAVE A REPLY

four × five =