પ3તિક તસવીર - ફોટો સૌજન્ય REUTERS/Amit Dave

રવિવાર, તા. 28 માર્ચ 2021ના ​​રોજ લેસ્ટર ખાતે યુટ્યુબ અને ફેસબુક પર આયોજિત વાઇબ્રન્ટ હોળીની ઉજવણીમાં 2000 થી વધુ લોકો જોડાયા હતા. લેસ્ટરના સિટી મેયર સર પીટર સોલસ્બીએ લોકોને સંબોધન કર્યું હતું.

પ્રવક્તા જૈમિષા પરમારે જણાવ્યું હતું કે ‘’એક મહાન ફેમિલી ફન ડેમાં લોકો જોડાયા હતા અને સંસ્કૃતિ, ઇતિહાસ અને મનોરંજન ફક્ત લેસ્ટરના સમુદાય માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ લેસ્ટરમાં રહેતા વિવિધ હિન્દુ સમુદાયો ઉપરાંત વિવિધ જાતી-ધર્મના લોકોને એક સાથે લાવવાનો હતો.’’

વર્ચુઅલ ઇવેન્ટમાં પાછલા વર્ષોનાં હાઇલાઇટ્સ, ઇન્ટરેક્ટિવ ક્વિઝ અને આકર્ષક પ્રવૃત્તિઓ જોવા મળી હતી. વૈશ્વિક રોગચાળા છતાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લાં નવ મહિના દરમિયાન 15 હિન્દુ સંગઠનોના સ્વયંસેવકોએ અથાક મહેનત કરી હતી.’’

લેસ્ટર હોળીના સંયોજક નિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ વર્ષનો કાર્યક્રમ મહત્વપૂર્ણ રહ્યો હતો. આ અગાઉ સંસ્થા દ્વારા 2018 અને 2019માં પણ હોળી ઉત્સવનું આયોજન કર્યું હતું.’’ વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ www.leicesterholi.co.uk