Leicester Riots bob blackman

બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ઓફ બ્રિટીશ હિન્દુઝના અધ્યક્ષ અને કન્ઝર્વેટિવ પાર્ટીના હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને લેસ્ટર અને સ્મેથવિકમાં હિંદુ મંદિરો પરના હિંસક હુમલાઓની નિંદા કરી હોમ સેક્રેટરી બ્રેવરમેનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આ લક્ષિત હુમલાઓ ઇસ્લામવાદી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને સમગ્ર યુકેમાં વ્યાપક હિંદુ સમુદાયમાં ભય, નુકસાન અને વિક્ષેપ પેદા કર્યો છે. આ દેશમાં હિંદુ સમુદાય તેમની સુરક્ષાને લઈને ગંભીર રીતે ચિંતિત છે.’’

ભારતના મિત્ર તરીકે જાણીતા અને પદ્મશ્રીનો એવોર્ડ મેળવનાર બોબ બ્લેકમેને આગામી તહેવારોની મોસમ દરમિયાન હિન્દુ સમુદાયની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે યુકે સરકારને ભલામણો પણ કરી છે.

શુક્રવારે તા. 23ના રોજ બ્લેકમેને પત્ર લખી જણાવ્યું હતું કે “નવરાત્રિ આવતા અઠવાડિયે શરૂ થાય છે અને દિવાળી 24 ઓક્ટોબરે હિંદુ નવું વર્ષ 25 ઓક્ટોબરે આવે છે. આ હિન્દુઓ માટે મુખ્ય તહેવારો છે અને તેમની સુરક્ષા સામે ગંભીર ખતરો છે. હોમ સેક્રેટરી તરીકે હું તમને ગીચ હિંદુ વસ્તીવાળા વિસ્તારોમાં પોલીસની હાજરીમાં વધારો કરવા, દેશભરના હિંદુ મંદિરોમાં સુરક્ષા અને પોલીસની જોગવાઈ વધારવા, હિન્દુફોબિયાના આ કિસ્સાઓને સ્વીકારવા વિનંતી કરૂ છું.”

LEAVE A REPLY

14 − 2 =