પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લેસ્ટરના એબી સ્ટ્રીટ વિસ્તારમાં રવિવારે 5 જૂનના રોજ સવારે લગભગ 4.08 વાગ્યે સામૂહિક બોલાચાલી અને છરાબાજીના બનાવ બાદ પોલીસે દસ વ્યક્તિની ધરપકડ કરી હતી. હુમલા બાદ ઘાયલોમાંથી એકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેની હાલત સ્થિર છે.

લડાઈ બાદ બેલગ્રેવ ગેટમાં બે પુરુષો છરાના ઘા સાથે મળી આવ્યા હતા, જ્યારે ત્રીજો પોતાની ઇજાઓ સાથે હોસ્પિટલમાં જઇ પહોંચ્યો હતો. ચોથા વ્યક્તિને પણ હોસ્પિટલમાં સાધારણ સારવાર આપવામાં આવી હતી.

લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે 18થી 28 વર્ષની વયના 9 પુરુષોની લડાઈના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હવે, 20 વર્ષીય દસમી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ ચાલુ છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ ને માહિતી માટે પીલ કરી છે.