Life disrupted due to snowfall in Himachal

હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. રાજ્યના પ્રવાસન સ્થળો જેવા કે મનાલી, કુલ્લુ, રોહતાંગ અને કેટલાક
વિસ્તારોમાં સર્વત્ર બરફ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લગભગ 350 જેટલા રસ્તા બંધ કરવા પડ્યા છે. પર્વતીય વિસ્તારોના માર્ગો પર વાહનવ્યહારને અટકાવવામાં આવ્યો છે. સતત હિમવર્ષા પછી લોકોની મુશ્કેલી વધી રહી છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં તો ગંભીર પરિસ્થિતિ છે. ભારે હિમવર્ષાના કારણે રોહતાંગ પાસે પાસેની અટલ ટનલને પણ બંધ કરવી પડી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારોમાં હિમવર્ષાનો સમય હોવાથી દેશ-વિદેશના પ્રવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

LEAVE A REPLY

ten − 4 =